- બ્રિજમાં તિરાડ પડવા મુદ્દે તંત્રની ઘોર બેદરકારી
- પોલીસ કમિશનરના જાહેરનામાનું કરાયું ઉલ્લંઘન
- 21 ડિસેમ્બર 2022થી ભારે વાહનો પર પ્રતિબંધ
અમદાવાદમાં મોતનો બ્રિજ સામે આવ્યો છે. જેમાં તિરાડ પડવા મુદ્દે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તેમાં અમદાવાદના શાસ્ત્રી બ્રિજ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બ્રિજમાં તિરાડ પડવા મુદ્દે તંત્રની ઘોર બેદરકારી સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરાયું છે.
21 ડિસેમ્બર 2022થી ભારે વાહનો પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બર 2022થી ભારે વાહનો પર પ્રતિબંધ છે. જેમાં અત્યાર સુધી કેમ ભારે વાહનો પ્રસાર થવા દિધા અને બ્રિજના રીપેરીંગ માટે ટેન્ડર બહાર પડાયું તેમાં શાસ્ત્રી બ્રિજનું 5.91 કરોડના ખર્ચે રીપેરીંગ થશે. શહેરમાં શાસ્ત્રી બ્રિજમાં તિરાડ પડવાના મામલે સંદેશ ન્યૂઝે મોટો ખુલાસો કર્યો છે. તેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસ કમિશનર ના જાહેરનામાનું ઉલ્લંઘન કરાયું છે.
જો કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ ??
21 ડિસેમ્બર 2022એ બ્રિજ પર હેવી વાહનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવેલો હતો. તેમ છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તેથી જો કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ ?? છેલ્લા ઘણા સમયથી બ્રિજ નબળો પડી ગયો હતો તેમ છતાં કેમ વાહનો પસાર થવા દીધા તેને લઈને સવાલ ઉભા થયા છે. કેમ પોલીસ કમિશનરના જાહેરનામાનું પાલન ના કરાવવામાં આવ્યું ??