- વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી રાહત
- રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો
- અમદાવાદમાં 43.4 ડિગ્રી, ગાંધીનગર 42.0 ડિગ્રી તાપમાન
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી રાહત મળશે. તેમજ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થશે. તથા અમદાવાદમાં 43.4 ડિગ્રી, ગાંધીનગર 42.0 ડિગ્રી તાપમાન છે. તેમજ 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેથી રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે. અને આગામી 28 અને 29 મેના દિવસે વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે. જેમાં રાજકોટ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ રહેશે. તથા આણંદ, વડોદરા, ભરૂચ, મહીસાગરમાં વરસાદી મહોલ છવાશે.
અમદાવાદમાં આઇપીએલ મેચ રમાનારી છે
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. જેમાં અમદાવાદમાં આઇપીએલ મેચ રમાનારી છે. જેમાં વરસાદ વિધ્ન બને તો નવાઇ નહી. તથા 30થી 40 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. અને આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.