અમરેલી જીલ્લા ના જાફરાબાદ રેન્જમાં સિંહોના મોત બાદ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ વનમંત્રી મુળુભાઇ બેરાને લખ્યો પત્ર…

“પાલીતાણા શેત્રુંજી ડીવીજન” અને “ધારી ગીર પૂર્વ ડીવીજન”માં છેલ્લા ૨ માસ સિંહોના મૃત્યુનો આંકડો વધુ છે વાયરસના કારણે મૃત્યુ થયા છે અધિકારીઓ તપાસ કરતા હોવા છતાં સિંહોની ઘટના ક્યાં કારણોસર ધ્યાનમાં નથી આવતી?”વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહબાળની જેતે સમયે તપાસણી કરવામાં આવેલ હોત તો મૃત્યુના બનાવો અટકાવી શકત”- ધારાસભ્ય હીરાભાઈ સોલંકીધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પત્રમાં ગંભીર સવાલો ઉઠાવી મંત્રીનું ધ્યાન દોર્યું રેન્જના અધિકારીની ભૂલ,નિષ્કાળજી અને અણઆવડતના કારણે સિંહોના મૃત્યુના બનાવો બનતા હોવાનું ફલિત થાય છે- ધારાસભ્ય હીરાભાઈ સોલંકીસિંહો માટે પીવાના પાણી માટે પોઇન્ટ અગત્યમાં છે પરંતુ કોઈ વ્યવસ્થા નથી સિંહોમાં કોઈ વાયરસ ફેલાયેલ હોય તો વધુ મૃત્યુ અટકાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી – હીરાભાઈ સોલંકી દીપડાના હિંસક હુમલામાં કારણે ૩ અપમૃત્યુ થયેલા હતા તે વનવિભાગની નિષ્કાળજીના કારણે બનાવો બને છે વનવિભાગની નિષ્કાળજી અંગે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લેખિતમાં રજૂઆતો કરી