Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમરેલી જીલ્લામાંઆગામી તા. ૦૪/૦૫/૨૦૨૩ સુધી સભા-સરઘસ હથિયારબંધી

અમરેલી જીલ્લામાંઆગામી તા. ૦૪/૦૫/૨૦૨૩ સુધી સભા-સરઘસ હથિયારબંધી

આગામી દિવસોમાં રમજાન ઈદ તથા પરશુરામ જયંતિના તહેવારની ઉજવણી થશે. આ ઉજવણી અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જે તા.૨૦ એપ્રિલ,૨૦૨૩થી તા.૦૪ મે, ૨૦૨૩ સુધી અમલી રહેશે. જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, વ્યક્તિઓના પૂતળા દેખાડવાની કે છટાદાર ભાષણ આપવા સહિતના કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા, મંડળી ભરવાની કે સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના ફરજ પર હોય તેવા સરકારી તેમજ અર્ધસરકારી અધિકારીઓ-કર્મચારીઓ, સ્મશાન યાત્રા, વરઘોડા ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરુરી હોય તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિય-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ૧૩૫ની જોગવાઈ મુજબ સજા તથા દંડને પાત્ર થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles