આયોધ્યા માં ૨૨મીએ પ્રાણપ્રતિષ્ઠા પહેલા
રાજુલામાં શાંતિ સમિતિ માટે હિન્દૂ મુસ્લિમ સમાજની બેઠક બોલાવી
૨૨મીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજરોજ મહિલા પીઆઇ ઇન્દુબા ગિડા એ હિન્દૂ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી. જેમાં શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા નીકળે તે માટે પીઆઈએ અપીલ કરી હતી
સાથે શહેર નાં વિવિધ મુદ્દા બાબતે પણ વેપારી ઓ સાથે ચર્ચા કરવામાં આવેલી આજ ની આ મિટિંગ માં શહેર નાં વેપારી ચેમ્બર ઓફ કોમર્સ ના હોદેદારો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ સહિત ના કાર્યકરો હાજર રહેલા આ તકે દિલીપભાઈ ચિરાગભાઈ જોશી ઘનશ્યામભાઈ મશરૂ મનોજભાઈ વ્યાસ અજયભાઈ ગોહિલ આરીફભાઈ જોખિયા અક્ષયભાઈ ધાખડાં યુવરાજભાઈ ચાંદુ મહેન્દ્રભાઈ ધાખડાં
મનીષભાઈ વાળા સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગ માં ખાસ મુસ્લિમ સમાજ ના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહેલા…