આવતીકાલે રાજુલા તાલુકાના દેવકાના પનોતા પુત્ર અને ગૌરવ જેઓનું વિશ્વવંદનીય ભાગવતચાર્ય તરીકે નામ છે એવા પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના જન્મદિવસ નિમિત્તે દેવકા વિદ્યાપીઠ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે
રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ કેમ્પસમાં હનુમંત હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ રાજુલાના સહયોગથી દેવકા વિદ્યાપીઠના પ્રેરણા સ્ત્રોત વિશ્વવંદનીય પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના જન્મદિવસ પ્રસંગે સેવા પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે ૧૦:૦૦ કલાક થી ૦૧:૦૦ કલાક સુધી સર્વરોગ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે
આ ૩૧ ઓગસ્ટના દિવસે દેવકા વિદ્યાપીઠ ખાતે સેવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે જેમા દેવકા વિદ્યાપીઠ ના પરિસરમાં સફાઈ કામ તેમજ પૂજ્ય ભાઈશ્રીનો જન્મ ઉજવવામાં આવશે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવશે તો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા લાયન્સ ક્લબના કિશોરભાઈ પટેલ અને સાગરભાઇ સરવૈયા અનુરોધ કર્યો છે