Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

આશ્રામ રોડ પરથી નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું

  • બેંક લોન રિકવરીના કામ માટેના આઠના બોગસ સર્ટી. બનાવ્યા
  • કૉલસેન્ટર ચલાવતો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી આ કૌભાંડ ચલાવતો હતો
  • નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવામાં આવી રહ્યા છે

શહેરમાં બનાવટી સર્ટિફ્કિેટોની મદદથી ભલભલા કામ કરાવતા ઠગબાજો સક્રિય થઈ ગયાં છે. ત્યારે જ અમદાવાદમાં બેંક લોન રિકવરી માટેનું કોલ સેન્ટર ચલાવતા ગઠિયાએ પોતાના કોલ સેન્ટરમાં કામે રાખતા પહેલા ઉમેદવારોને એક કોર્ષ માટે બનાવટી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપતો હતો. હવે આ ગઠિયાએ સ્પેશિયલ બ્રાંચના એક એધિકારી કે જેંમની બદલી બે વર્ષ પહેલા થઇ ગઇ હતી. તેની સહી સિક્કાવાળા સર્ટિફિકેટ બનાવતાં આ ભાંડો ફૂટયો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આશ્રામ રોડ પર આવેલ મહાકાંતા કોમ્પ્લેક્સમાં એસ.આર.સર્વિસીસમાં નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવામાં આવી રહ્યા છે. તેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને સંદિપ પાંડેને ઝડપી પાડયો હતો. પોલીસે તપાસ કરતા આરોપી બેંક લોન રિકવરીનો બિઝનેસ કરતો હતો. આ બિઝનેસમાં તે જે કર્મચારીઓને નોકરીએ રાખતો હતો. તે કર્મચારીઓના પોલીસ વેરિફ્કિેશન સર્ટિફિકેટ બનાવવામાં આવતાં હતાં. અલગ અલગ બેંકોનું રિકવરીનું કામ કરતો હતો. તે મૂળ બિહારનો અને છેલ્લા 12 વર્ષથી અમદાવાદ શહેરમાં રહે છે. તેણે અગાઉ ડ્રાઈવિંગ શાખાની એચડીએફ્સી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી હતી. ત્યાર બાદ ચારેક વર્ષથી ઉપરોક્ત એસ આર સર્વિસિઝનું કામ કરે છે. આ ઓફ્સિમાં કોલસેન્ટર ધરાવી અલગ અલગ બેંકોનું રિકવરીનું કામ કરે છે. તે આ કામ માટે જે કર્મચારીઓને નોકરીએ રાખે છે તેના પોલીસ વેરિફ્કિેશન સર્ટીની જરૂરિયાત રહેતી હોવાથી તે સર્ટિફિકેટ કાયદેસર નહીં મેળવીને તેને નકલી બનાવીને ઉપયોગ કરતો હતો. આરોપીએ અત્યાર સુધી આઠ બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટી બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સહી કરનાર અધિકારી ફરજ પર ન હતા પોલીસે સર્ટિફિકેટમાં જે સહી સિક્કા છે તે અધિકારી અંગે તપાસ કરતાં સર્ટિફિકેટ ઈશ્યૂ કરનાર અધિકારી તરીકે વી જે વ્યાસ પોલીસ ઈન્સ્પેક્ટર ફોર એડિશનલ કમિશનર ઓફ્ પોલીસ સ્પેશિયલ બ્રાંચ અમદાવાદ શહેરનો હોદ્દો હતો. પોલીસે આ અંગે તપાસ કરતાં આ અધિકારી દર્શાવેલ વર્ષમાં ફરજ બજાવતા નહીં હોવાનું સામે આવ્યું હતું. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી આ કામ કરતો હતો. તેમજ આરોપી કોઇકર્મીને ક્લિયરન્સ સર્ટિફિકેટ જોઇએ તો આ ઠગબાજ પોલીસનું નામ વટાવીને બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપતો હતો. તેમજ આરોપી પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles