Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ઈન્સ્ટાગ્રામ પર મૈત્રી કરી પરિણીતાને બ્લેકમેલ કરનારના જામીન ફગાવાયા

  • આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે
  • જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફ્ગાવી દીધી છે
  • અને આ પ્રકારના ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે

ઈન્સ્ટાગ્રામ પર પરિણીતા સાથે મિત્રતા કરીને તેને બ્લેકમેઈલ કરનાર આરોપી જય ભરતભાઈ નાગરની જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફ્ગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે. હાલ સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો છે અને આ પ્રકારના ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે. આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય.

સુનાવણી દરમિયાન, સરકારી વકીલે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે વર્ષ 2021માં બોપલમાં રહેતી 27 વર્ષની પરિણિતાને આરોપી શુભમ નાગરે ઈન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવેલી. આ પછી, આરોપીએ વર્ષ 2022માં પરિણીતા પાસેથી સોનુ માગીને તેમાં વધુ ઉમેરો કરીને આપવાની લાલચ આપેલી. આ મુદ્દે પરિણીતાએ આરોપી પર વિશ્વાસ મુકીને તેને રૂ. 1.20 લાખના દાગીના આપેલા. ત્યાર બાદ, આરોપીએ ફરીથી પરિણીતા પાસેથી સોનુ માગેલુ. આ સમયે, તેણે ધમકી આપેલ કે જો સોનુ આપીશ નહીં તો તારા પતિની હત્યા કરીશુ. જેથી, ડરી ગયેલી પરિણીતા પાસેથી આરોપીએ અલગ અલગ સમયે કુલ રૂ. 3.53 લાખના દાગીના પડાવી લીધેલા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles