Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી

  • વાતાવરણમાં આજથી પલટો આવશે, 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે
  • દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ પંથકમાં પણ વરસાદ સાથે તેજ પવનના સંકેતો
  • હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે

રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી ફરી વાવાઝોડા સાથે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને કચ્છ પંથકમાં પણ શનિવારના રોજ વરસાદ તેમજ તેજ પવન ફૂંકાઈ શકે છે. વરસાદ પડવાની સાથે સાથે પ્રતિ કલાકે 50 કિ.મી.ની ઝડપ સુધીનો પવન ફૂંકાવાના પણ સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તેજ પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ પડશે. શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારે રાજ્યના એકપણ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. પરંતુ સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles