Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ઉનાળામાં હોલસેલમાં શાકભાજીની આવક વધતા કિલોએ રૂ.20 સુધીનો ઘટાડો થયો

  • હાફુસ અને કેસર કેરીની આવક વધતા ભાવોમાં કડાકો બોલાયો
  • ગરમીમાં રાહત આપતા લીંબુના ભાવ હોલસેલમાં કિલોના રૂ.60 અને રિટેઇલમાં રૂ.80
  • ખાંડમાં રૂ.4 નો વધારો થયો ખાંડમાં કિલોએ રૂ.2 વધારો થઈ ગયો

ઉનાળાની ગરમીમાં લીલા શાકભાજીની આવક વધી છે. જેના લીધે લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. જો કે, ઉનાળામાં કેરીની આવક વધુ હોવાથી હાફુસ અને કેસર કેરીના ભાવોમાં ધરખમ ધટાડો થયો છે.જેમાં હાફુસ કેરી રૂ.450 થી 1000 ડઝન અને કેસર કેરી રૂ.300 થી 650 સુધી પાંચ કિલોનો ભાવ રીટેઇલમાં વેચાણ થઈ રહ્યો છે. રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો થયો છે. વેપારીના મતે આ વર્ષે ઉનાળામાં પણ શાકભાજીની આવક વધુ છે અને પહેલા રાત્રના જમાલપુર શાકમાર્કેટ આવે છે. આ પછી કમોડમાં આ જ શાકભાજી વેચાણ માટે મોકલવામાં આવે છે. જ્યાં શાકભાજીનું વેચાણ ના થાય તો તે શાકભાજી કર્ણાવતી માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યા વધે તે શાક પછી સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ આવી રહ્યુ છે. આમ શાકભાજી પહેલા એક જ જગ્યાએથી વેચાણ થતું હતું તે હાલમાં ચાર જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે, જેના લીધે સસ્તા શાકભાજી હોલસેલ માર્કેટથી ફેરિયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થતા હોવાનું રાજનગર શાકમાર્કેટના વેપારીએ જણાવ્યું છે.

ખાંડમાં રૂ.4 નો વધારો થયો ખાંડમાં કિલોએ રૂ.2 વધારો થઈ ગયો છે. જ્યારે ચાની કીટલી ઉપર વાપરવામાં આવતી ખાંડ રૂ.38 કિલો મળતી હતી તે હાલમાં રૂ.42 કિલો થઈ ગઈ છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીની ખાંડ પહેલા રૂ.46 કિલો મળતી હતી તે અત્યારે રૂ.52 કિલો મળે છે. જો કે, બ્રાન્ડેડ ખાંડની પેકેટ ઉપર પાંચ કિલોના ભાવ રૂ.320 દર્શાવતા હોય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles