Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

કાલુપુર સ્ટેશને ટ્રેનમાંથી આંગડિયાના પાર્સલમાંથી 10 કિલો સોનું કબજે

  • રથયાત્રા પૂર્વેના સઘન ચેકિંગના પગલે વિવિધ ટ્રેનો પર બાજ નજર
  • બિલ, ઈનવોઈસ વગેરે ચેક કરી દાણચોરીનું કેટલું છે તેની તપાસ હાથ ધરી
  • પોલીસે આ પાર્સલો કોના છે તેમજ ક્યાંથીમોકલાવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

રથયાત્રાને લઇને રેલ્વે પોલીસ અને ડીઆઇઆઇ દ્વારા ટ્રેનોમાં ચેકિંગ હાથધરવામાં આવ્યુ છે. જેમાં સવારે આવેલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી પોલીસે આંગડિયા પેઢીના પાર્સલોમાંથી બિલ કે ઇનવોઇસ વગરના પાર્સલો કબ્જે કર્યા હતા. જેમાં પોલીસે 10 કિલોગ્રામ ગોલ્ડ તેમજ ભારતીય કરન્સી, હિરાના 9 આંગડિયા પેઢીના પાર્સલો બિલ કે ઇનવોઇસ વગરના મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. જેની અંદાજીત કિંમત રૂ. 4 કરોડ જેટલી છે. જ્યારે કેટલાક પાર્સલો પોલીસે કબ્જે કર્યા છે. હાલમાં પોલીસે મુદ્દમાલ કબ્જે કરીને ગોલ્ડ સ્મગલિંગની આશંકાને લઇને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

રથયાત્રાને લઇને રેલવે પોલીસ અને ડીઆરઆઇ દ્વારા ટ્રેનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે સૌરાષ્ટ્ર મેઇલમાં ચેકિંગ કરતા કેટલાક પાર્સલો બિલ અને ઇનવોઇસ વગર મળી આવતા પોલીસે કબ્જે કર્યા હતા. જ્યારે સૂત્રો આધારિત નવ આંગડિયા પેઢીના પાર્સલોમાંથી 10 કિલો સોનું, હિરા, ભારતીય કરન્સી સહિતનો અંદાજીત કુલ રૂ. 4 કરોડના મુદ્દામાલ પોલીસને બિલ અને ઇનવોઇસ વગરનો મળતા કબ્જે કર્યો છે. તેમજ પોલીસે અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં ચેકિંગ શરૂ કર્યુ છે.

જ્યારે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. પોલીસે જે લોકોએ બિલ રજૂ કર્યા છે તે લોકોને પાર્સલ આપી દેવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આ પાર્સલો કોના છે તેમજ ક્યાંથીમોકલાવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles