Sunday, December 22, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

કેનેડામાં ફરી એક વાર હિન્દુ મંદિર પર હુમલો- દીવાલ પર લખ્યા ભારત વિરોધી લખાણ

Canada: કેનેડાના મિસીસોગા(Mississauga)માં એક હિન્દુ મંદિર(Hindu temple)માં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારની છે, જ્યાં મિસિસોગાના રામ મંદિરમાં આ ઘટના બની હતી. આ કેનેડા પર, ટોરોન્ટો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે તેની નિંદા કરી છે અને કેનેડા સરકાર પાસેથી ગુનેગારો સામે કડક સજાની માંગ કરી છે. કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ‘અમે મિસીસોગામાં રામ મંદિર(Ram temple)ને બદનામ કરવાની અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાની નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આ મામલાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.

એક વર્ષમાં આવી ચોથી ઘટના:
કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટન સ્થિત હિન્દુ મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના બની હતી. જેને લઈને હિન્દુ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટ જનરલે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બ્રેમ્પટનમાં ગૌરી શંકર મંદિરની બદનક્ષીથી કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. કોન્સ્યુલેટ જનરલે આ મામલો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો.

બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા ધિક્કારપાત્ર કૃત્યને આપણા શહેર અને દેશમાં કોઈ સ્થાન નથી. આ ઘટના અંગે મેયરે શહેરના પોલીસ વડા સાથે પણ ચર્ચા કરી હતી.

સપ્ટેમ્બર 2022ના રોજ કેનેડામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાની અને ભારત વિરોધી સૂત્રો લખવાની પણ ઘટના બની હતી. આ ઘટનામાં ખાલિસ્તાન સમર્થકો આરોપી હતા. તે જ સમયે, જુલાઈ 2022 માં, ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં રિચમંડ હિલ નામના સ્થળે એક હિન્દુ મંદિરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી. આ ઘટનામાં પણ ખાલિસ્તાનના સમર્થકો પર આરોપો લગાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles