ગાંધીનગર: સરકારી ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા સામે જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોને આવતીકાલે જીલ્લા ફાળવણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં અગાઉ લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે.
DGP હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની જીલ્લા ફાળવણી આવતીકાલે કરવામાં આવશે.