- ઓખા, દ્વારકા, માંગરોળમાં વાવઝોડાની વધુ અસર વર્તાશે
- દ.સૌરાષ્ટ્રના ભાગો વેરાવળ, ગીર, અમરેલી, ભાવનગરમાં અસર થશે
- 12થી 16 જૂન વરસાદની સંભાવના સૌથી વધુ રહેશે
વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ચિંતાનો વિષય છે. ઓખા, દ્વારકા, માંગરોળમાં વાવઝોડાની વધુ અસર વર્તાશે. દ.સૌરાષ્ટ્રના ભાગો વેરાવળ, ગીર, અમરેલી, ભાવનગરમાં અસર થશે.
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિત જોવા મળશે
દ.ગજરાતમાં વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 12થી 16 જૂન વરસાદની સંભાવના સૌથી વધુ રહેશે. તથા સાગર કાંઠે ભારે પવન ફૂંકાશે, ઊંચા મોજા ઉછળશે. તથા દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે. તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિત જોવા મળશે. સાથે જ વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વાવાઝોડાની અસર દેખાશે.
મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે સંભાવના
મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે સંભાવના રહેશે. ભારે ગાજવીજ અને ધૂળની ડમરી ઉડશે અને વરસાદ પડશે. તથા બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેમાં હજારો કિમી દૂર સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડુ મજબૂત બન્યુ છે. વાવાઝોડુ ગુજરાતની નજીક આવી શકે જેથી દરિયાકાંઠામાં સચેત રહેવું પડશે. અંબાલાલના મતે કચ્છમાં વાવાઝોડાની વધારે અસર રહેશે. તથા વાવાઝોડાની ગતિમાં વધારો થઈ શકે છે. તથા દરિયા કાંઠે ભારે પવન સાથે 16 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે
12 થી 16 જૂનમાં વરસાદની સંભાવનાં સૌથી વધુ રહેશે
12 થી 16 જૂનમાં વરસાદની સંભાવનાં સૌથી વધુ રહેશે. જેમાં સાગર કાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝોડાની અસર થશે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના રહેશે. ભારે ગાજવીજ અને ધૂળની ડમરી ઉડશે અને વરસાદ પડશે. પરંપરગત જ્ઞાન પ્રમાણે વાવાઝોડાને પાછું ઠેલવા વાળું વેપાર વાયુમાં જોર નથી. કારણ કે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હજારો કિલોમીટર દૂર વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વાવાઝોડુ મજબૂત બન્યુ છે. દરિયામાં ખડભડાટ મચશે સાથે જ દરિયો તોફાની બનશે.