ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ નિમિત્તે દાદાની સમૂહ મહાઆરતી તથા પુજન
ભગવાનના આવેશ અવતાર એવા શ્રી ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસે દરેક નગરોમાં આનંદ ઉત્સાહ સાથે નગરયાત્રા નિકળે છે. ભગવાનનું વિશેષ પુજન કરવામાં આવે છે. આવી જ રીતે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ તથા શનિવારના સુભગ સમન્વયે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને વાઘામ્બરનો શણગાર કરી સંતો ભક્તો એ દાદાની સમૂહ મહાઆરતી કરી તથા વિશેષ પૂજન અર્ચન કર્યું હતું. આ તકે ગુરુકુલ માં ચાલતી બાલિકા શિબિર ની દિકરીઓને પણ લાભ પ્રાપ્ત થયો હતો. હિતેશ ભાઈ,અભય કોરાટ, દિપક, જયદીપ, પાર્થ, દીપ વગેરેએ સેવા સહકાર આપ્યો હતો.