Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ગૃહરાજ્ય મંત્રી : કોંગ્રેસ દર વખતે ગૌરવ લેવાના બદલે વિરોધ કરે છે

  • હર્ષ સંઘવીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
  • “અમુક લોકોનું કામ વિકાસમાં રોડા નાખવાનું”
  • “આવા વિરોધકર્તાઓને મતદાતાઓએ ઓળખવાની જરૂર”

સુરતના કડોદરામાં અંડરપાસના લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રામમંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ નવા લોકસભા બિલ્ડિંગ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા

રૂ.700 કરોડથી વધુના કામો પૂર્ણ થયા

સુરતના કડોદરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષીના કાર્યોનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે કડોદરા વિસ્તારમાં ટ્રાફિક તેમજ પાણી ભરાવાના નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે અંદરપાસ, CCTV કેમેરા સેર્વેલન્સ અને સ્ટેટ લાઈટના પ્રોજેક્ટનું કડોદરા નગર પાલિકાના સહયોગથી નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આજે રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કનું દેસાઈ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સહિતના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાના નવા બિલ્ડિંગને લઇને કર્યા પ્રહાર

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રામમંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિતી, લોકસભાના નવા બિલ્ડિંગ બાબતે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ અને અમુક લોકો વિકાસના કામોને લઇ રોડા નાખવાનું કામ કરે છે, વિપક્ષની પાર્ટીઓ ક્યારે વિરોધ કરવાનું ભૂલતી નથી, SOUના નિર્માણ તેમજ લોકાર્પણ બન્ને સમયે પણ વિરોધ કર્યો હતો, હાલમાં વિવાદનું ઘર બનેલા લોકસભાના નવા બિલ્ડિંગને લઈને પણ ગૃહમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.






Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles