- FRC 8 ટકા સુધીનો જ વધારો અપાશે તેવી ચર્ચા
- કોલેજોને એફઆરસી દ્વારા 8 ટકા સુધીનો જ ફી વધારો
- કમિટી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ટેકનિકલ કોલેજની ફી નિર્ધારણ કમિટી (FRC) સમક્ષ ટેકનિકલ કોલેજ દ્વારા 15થી 35 ટકાનો ફી વધારો માગવમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ કોલેજોને એફઆરસી દ્વારા 8 ટકા સુધીનો જ ફી વધારો આપશે તેવી અટકળો ચાલી રહી છે. કોલેજો દ્વારા ફી વધારા માટે જે દરખાસ્ત કરવામાં આવી છે તેના અનુસંધાને ટૂંક સમયમા કમિટી આગામી દિવસોમાં ફી મંજૂરીના ઓર્ડર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા કોલેજોની ફી મંજૂર થઈ જાય તે દિશામાં કમિટી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમબીએ-એમસીએ અને ડિપ્લોમા કોર્સિસ ધરાવતી 589 જેટલી કોલેજો છે. જેમાથી 496 જેટલી કોલેજો દ્વારા 5 કે તેથી વધુના ફી વધારા માટે દરખાસ્ત કરી હોવાનું આ ક્ષેત્રના સુત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ છે. જેમાથી 124 કોલેજ દ્વારા 5 ટકાનો જ ફી વધારો માગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જે ટેકનિકલ કોલેજો દ્વારા ફી વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે તેમાં રજૂ કરેલા એફિડેવીટમાં પાછલા ત્રણ વર્ષના હિસાબ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં આવકના સ્ત્રોત, ભવિષ્યના આયોજન માટે થનાર ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી છે.