[ad_1]
- ધોરણ 10 ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઇ હતી
- સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે
- બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે
ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે. જેમાં બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે. તેમજ GSEB.ORG પર પરિણામ જોઈ શકાશે. તથા વોટ્સ એપના માધ્યમથી પણ પરિણામ જાણી શકાશે. પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહ પહેલા ધો.10નું રિઝલ્ટ આવશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
ગુજરાત ધોરણ 10 પરિણામ 2023
ગુજરાત ધોરણ 10 પરિણામ 2023 : ધોરણ 10 ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઇ હતી. બોર્ડની પરીક્ષા ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સની સાથે લેવાયેલ હતી, 2જી મે ના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થઈ ગયું. હવે ધોરણ 12 કોમર્સ આર્ટસ અને ધોરણ 10 નું પરિણામ ડિકલેર થશે. મળતી માહિતી પ્રમાણે ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે.
14 માર્ચથી 29મી એપ્રિલ સુધી પરીક્ષા હતી
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ હતી અને 29મી એપ્રિલ સુધી ચાલી હતી. ધોરણ.10ની પરીક્ષા માટે 9,56,753 ઉમેદવારો સંસ્કૃત પ્રથમાના 644 ઉમેદવાર નોંધાયા હતાં. જેમાં નિયમિત 7,41,337, ખાનગી 11,258, રિપીટર 1,65,576, ખાનગી રિપીટર 5,472, આઈસોલેટેડ 33,110, ડીસેબલ 4,034 વિદ્યાર્થી સમાવેશ થયો હતો. ધોરણ.10ની પરીક્ષા રાજ્યના કુલ 83 ઝોનના 958 કેન્દ્રોના 31,819 બ્લોકમાં લેવામાં આવી હતી. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થી, જેમાં નિયમિત 4,80,794, ખાનગી નિયમિત 34,617, રિપીટર 29,981 નોંધાયા હતા.
[ad_2]