- એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં પાસ થવાની તક
- સ્કૂલો દ્વારા બોર્ડની વેબસાઈટ પર આગામી 14મી જૂન સુધી ફોર્મ ભરી શકાશે
- ધો.10ની પૂરક પરીક્ષાના ફોર્મ આજ સાંજ સુધી ભરી શકાશે
ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈમાં યોજાનાર પુરક પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી 14મી જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા એક વિષયમાં નાપાસ થયેલા અને પુરક પરીક્ષામાં બેસવાને પાત્ર છે તેવા વિદ્યાર્થીઓની યાદી સ્કૂલોને મોકલી આપી છે. જેથી સ્કૂલો દ્વારા તેમના એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં યોજાયેલી ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ગત 31મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષામાં 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીની જુલાઈમાં પુરક પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે 7મી જુનથી શરૂ થઈ ગઈ છે, જે 14મી જૂન સુધી પ્રક્રિયા ચાલશે. પરીક્ષા ફી અને ફોર્મ બંને સ્કૂલો દ્વારા બોર્ડની વેબસાઈટ મારફતે ઓનલાઈ જ ભરવાના રહેશે.
ધો.10ની પૂરક પરીક્ષાના ફોર્મ આજ સાંજ સુધી ભરી શકાશે
ધોરણ.10ની બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જૂલાઈમાં યોજાનાર પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધુ 1 દિવસ લંબાવવામાં આવી છે. પૂરક પરીક્ષા માટે ગત ફોર્મ ભરવાની મુદત આજે 7મી જૂનના રોજ પૂર્ણ થતી હતી, જે વધારીને 8 જૂન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા ગત 25મી મેના રોજ ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ.