Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ધોળકીયા ફાઉન્‍ડેશન અને રાજય સરકારનાં પ્રયાસોથીલાઠી-લીલીયામાં જળ ક્રાંતિ, ગાગડીયો નદી પરનાં ચેકડેમો છલોછલજળસંશય કાર્યો થકી સમગ્ર પંથકમાં હરિયાળી ક્રાંતિ આવીજળસ્‍તર સુધરતા સમગ્ર વિસ્‍તારનાં પાણીજન્‍ય,ફલોરાઈડથી થતાં રોગો અટકશેજિલ્‍લાના અન્‍ય વિસ્‍તારોમાં પણ જળક્રાંતિ માટે અભિયાન શરૂ થાય તો બેડો પાર…..

લીલીયા (મનોજ જોશી) અમરેલી જિલ્‍લા લાઠી-લીલીયા વિસ્‍તારમાંથી પસાર થતી ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્‍ડેશનના પહ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારનાં સંયુકત ઉપક્રમે જળક્રાંતિને જબરદસ્‍ત કામગીરી આ વિસ્‍તારમાં કરવામાં આવી છે. ગતરાત્રીનાં સમયે હરસુરપુર દેવલીયા-કેરીયા, લાઠી સહિતનાં વિસ્‍તારમાં ધોધમાર 4 ઈંચ જેટલો વરસાદ પડી જતા ગાગડીયા નદીમાં ઘોડાપુર આવતા ગાગડીયા નદી પર બનાવવામાં આવેલ તમામ ચેકડેમ-બંધારાઓ ઓવરફલો થઈ જતા સમગ્ર પંથકમાં આનંદનની હેલી જોવા મળી હતી.

હરસુરપુર દેવળીયાથી લીલીયા તાલુકાના બોડીયા સુધી તૈયાર કરવામાં આવેલ ચેકડેમો અને બંધારામાં કરોડો લીટર પાણી ચોમાસાનાં પ્રથમ રાઉન્‍ડમાં પડેલ વરસાદથી સંગ્રહ થયો છે. આનાથી આ વિસ્‍તારનાં 100 જેટલા ગામડોઓનાં જળસ્‍તરમાં ફાયદો થશે.જળક્રાંતિનું સર્જન થશે. આ વિસ્‍તારમાં પાછલા સાત વર્ષથી થઈ રહેલ જળ સંચય કામગીરીથીજમીનનાં જળસ્‍તર ઉચ્‍ચા આવી ગયા છે. પહ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે આ વર્ષે ભેંસાણ અને બોડીયા નજીક 5.97 કરોડનાં ખર્ચે બે ચેકડેમનું નિર્માણ કરી ખારાપાટનો ઈતિહાસ બદલી નાખ્‍યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles