“નાતાલ તેમજ ૩૧ ડિસેમ્બર દરમિયાન અમરેલી જીલ્લાની તમામ ચેક-પોસ્ટો પર અમરેલી જીલ્લા પોલીસ દ્વારા સઘન ચેકીંગ”
હાલ નાતાલ પર્વ તેમજ આગામી સમયમાં ૩૧ ડિસેમ્બર અને ખ્રીસ્તી નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાત તથા નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થનાર હોય જેથી અમરેલી જીલ્લામાં દારૂબંધીની ચુસ્તપણે અમલવારી કરવા જીલ્લાની તમામ ચેક-પોસ્ટો પર રાઉન્ડ-ધી-ક્લોક સઘન ચેકિંગ હાથ ભરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન જીલ્લાની તમામ ચેક-પોસ્ટો પર પોલીસ કોન્સ્ટેબલથી લઇ ડી.વાય.એસ.પી. સહીતના અધિકારીઓ દ્વારા મુસાફર-વાહનોનું સઘન ચેકિંગ કરી નશો કરેલ ઇસમો તથા દારુ વિગેરે નશાકારક પદાર્થોની હેરા-ફેરી કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ તમામ ચેક-પોસ્ટો પર એક – એક પોલીસ સબ ઇન્સપેક્ટરે સતત હાજર રહી ચેક-પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવવા મ્હે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ દ્વારા સુચના અપાયેલ છે.