- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા NIRFનું પરિણામ જાહેર કરવામાં આવ્યું
- યુનિ. કેટેગરીમાં ગુજરાત યુનિ. 58મા ક્રમેથી ઊતરીને 61મા ક્રમે આવી
- ગુજરાત યુનિવર્સિટી ટોપ-100માં 85મા ક્રમે
કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની કુલ 13 પ્રકારની કેટેગરીમાં નેશનલ ઇન્સ્ટિટયુશન રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઓવર ઓલ કેટેગરીમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી-ગાંધીનગરનો ટોપ-100માં સમાવેશ થયો છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીનો યુનિવર્સિટી કેટેગરીમાં રેન્ક 58થી ઘટીને 61એ નીચો ઉતર્યો છે. મેનેજમેન્ટ કેટેગરીમાં આઈઆઈએમ-અમદાવાદ ફરી દેશમાં નંબર-વન આવી છે. કોલેજ કેટેગરીમાં રાજયની એકમાત્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ 96મા ક્રમે આવી છે. NIRFના પરિણામને જોતા રાજ્યનું શૈક્ષણિક સ્તર સુધર્યાના જે બણગા ફૂંકવામાં આવે છે તેની પોલ ઉઘાડી પડે છે.
કેન્દ્ર સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ 2016થી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન કરીને રેન્કિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દરેક સંસ્થાઓને નિર્ધારિત સમયમાં અરજી કરવા માટે તાકીદ કરવામાં આવતી હોય છે.
ગુજરાત યુનિવર્સિટી ટોપ-100માં 85મા ક્રમે
ગુજરાત યુનિવર્સિટીએ ઓવરઓલ કેટેગરીમાં ટોપ-100મા 85મા ક્રમે સ્થાન જાળવી રાખ્યું છે. અગાઉના વર્ષોમાં 43મા અને 58મા ક્રમે પહોંચી હતી. આજ રીતે આઇઆઇટી ગાંધીનગર અગાઉ ઓવરઓલ કેટેગરીમાં 100માંથી 37મા સ્થાનમાં આવી હતી તે ચાલુ વર્ષે 24મી ક્રમે આવી છે. આમ, અગાઉ ઓવરઓલ કેટેગરીમાં હતી તે સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટયુટ આ વખતે ટોપ-100માં સ્થાન મેળવી શકી નથી. કોલેજ કેટેગરીમાં રાજયની એકમાત્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ 96મા ક્રમે આવી છે. લૉ કોલેજની કેટેગરીમાં નેશનલ લૉ યુનિવર્સિટી 7 અને નિરમા યુનિવર્સિટી 27મા ક્રમે આવી છે.