- AMC ફૂડ વિભાગના અધિકારીઓ હોટલો,ખાણી પીણીની લારીમાં ચેકિંગ કરતા જ નથી
- એક નાગરિકે AMCના CCRS પર કરેલી ફરિયાદ પછી મ્યુનિ. ફૂડ વિભાગ સફાળું જાગ્યું
- ચેકિંગ કરવા સહિતની કામગીરી AMC ફૂડ વિભાગ કાર્યવાહી કરતું જ નથી.
AMCના હેલ્થ એન્ડ ફૂડ વિભાગે, શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ આલ્ફા વન મોલમાં આવેલ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ KFCના આઉટલેટના પાણીના સેમ્પલ અનફીટ જાહેર થતાં તેને સીલ કર્યું છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આલ્ફા વન મોલમાં આવેલ KFC રેસ્ટોરામાં ખરાબ જમવાનું અને પાણી મળતું હોવાની ફરિયાદ AMCની ઓનલાઈન CCRS સિસ્ટમ કરવામાં આવી હતી અને તેના પગલે તા. 29 મેના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનના હેલ્થ-ફુડ વિભાગ દ્વારા ફૂડ અને પાણીનું સેમ્પલ લઇ અને સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલ્યું હતું અને ટેસ્ટિંગ કરાતાં પાણીમાં કોલીફેર્મ અને ફ્કિલ ઇકોલાઈ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે આવ્યું હતું. જેથી સેમ્પલ અનફીટ આવતા શુક્રવારે આ હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, હોટલો, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણીની લારીઓ પર વેચાતી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવા, ચેકિંગ કરવા સહિતની કામગીરી AMC ફૂડ વિભાગ કાર્યવાહી કરતું જ નથી. જેના કારણે હવે પ્રજાએ જાતે જાગૃત થઈને ફરિયાદ કરવી પડે છે.