Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બજેટમાં વિભાગને સાચવ્યા કે મંત્રીઓને? જાણો કયા મંત્રીને કેટલા કરોડ રૂપિયા વાપરવા મળશે

Gujarat Budget 2023 : કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરાયું છે, તેમાં માત્ર 3 સેક્ટરમાં અધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેમાં સૌથી વધુ શિક્ષણ વિભાગ અને ત્યાર બાદ આરોગ્ય વિભાગને રૂપિયા ફાળવાયા

Gujarat Budget 2023 : ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. જેની ચર્ચા ચારેતરફ છે. એક દ્રષ્ટિએ નજર કરીએ તો કયા વિભાગને કેટલા રૂપિયા ફાળવાયા કરતા કયા મંત્રીને કેટલા રૂપિયા ફાળવાયા તે વધુ ચર્ચામાં છે. સૌથી વધુ બજેટ એટલે કે 60 હજાર કરોડ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ખાતા પાસે રહેશે. કુબેર ડિંડોરને 15 ટકા, કુંવરજી બાવળિયાને 8 ટકા રકમ ફાળવાઈ છે. 

કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરાયું છે, તેમાં માત્ર 3 સેક્ટરમાં અધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેમાં સૌથી વધુ શિક્ષણ વિભાગ અને ત્યાર બાદ આરોગ્ય વિભાગને રૂપિયા ફાળવાયા છે. ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યુઁ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના શિક્ષણ પર માછલા ધોવાયા. શિક્ષણ મામે સરકારની બગડી રહેલી છબીને સુધારવા હવે આ બજેટ ફાળવાયું હોય તેવી પણ અંદરખાને ચર્ચા છે.  

મંત્રી  વિભાગ કેટલા કરોડ ફાળવાયા

ભુપેન્દ્ર પટેલશહેરી વિકાસ, પંચાયત, માર્ગ મકાન60,639 કરોડ
કુબેર ડિંડોરશિક્ષણ, આદિજાતિ47,060 કરોડ
કુંવરજી બાવળિયાજળસંપત્તિ નાગરિક પુરવઠા24,570 કરોડ
રાઘવજી પટેલકૃષિ21,605 કરોડ
ઋષિકેશ પટેલઆરોગ્ય કાયદો17,196 કરોડ
હર્ષ સંઘવીગૃહ, રમત ગમત, વાહનવ્યવહાર12,656 કરોડ
બલવંતસિંહ રાજપૂતઉદ્યોગ, શ્રમ રોજગાર11,127 કરોડ
કનુ દેસાઈનાણાં, ઉર્જા પેટ્રોકેમિકલ્સ8736 કરોડ
મૂળુ બેરાપ્રવાસ, વન પર્યાવરણ5077 કરોડ

કોને બજેટમાં મળી નિરાશા
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને લઈને ક્યાંક આશા છે તો ક્યાંક નિરાશા છે. બજેટમાં ખેડૂતોને લઈને જે જોગવાઈ કરવામાં આવી તેનાથી ખેડૂત તો ખુશ છે પરંતુ વિપક્ષની સાથો સાથ હીરા ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગમાં નિરાશા જોવા મળી રહી છે. કોઈએ બજેટને ચિલાચાલું ગણાવ્યું, તો કોઈએ ચૂંટણી વાયદાથી વિપરિત ગણાવ્યું. તો કોઈએ લોકોની આશા વિરુદ્ધનું બજેટ કહ્યું. આગામી 5 વર્ષ માટે રજૂ કરાયેલું રાજ્ય સરકારનું બજેટ સ્વાભાવિક પણ સત્તાપક્ષના નેતાઓ ઐતિહાસિક ગણાવી રહ્યા છે. પરંતુ વિપક્ષ આ બજેટને પ્રજા વિરોધી ગણાવી રહ્યું છે. હકીકતમાં બજેટને લઈને ક્યાંક નારાજગી પણ સામે આવી રહી છે.

ગુજરાતના બજેટનું કદ વધ્યું
ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સ્થાપ્ના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું છે. છેલ્લા છ વર્ષમાં બજેટ 1 લાખ કરોડથી પાર થઈને 3 લાખ કરોડે પહોંચી ગયું છે. સૌ પ્રથમવાર વર્ષ 2017-18માં ગુજરાત સરકારના બજેટનું કદ 1,72,179 કરોડનું થયું હતું. ત્યાર પછીના બે વર્ષમાં બજેટનું કદ વધીને 2,17,287 કરોડે પહોંચ્યું હતું. ફરીથી બે વર્ષ બાદ એટલે કે 2023-24માં એક લાખ કરોડ વધતાં 3,01,022 કરોડનું બજેટ થયું છે. આમ છેલ્લા છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનું બજેટ વધી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles