- બાબા જ્યાં જ્યાં ભારત ભ્રમણ કરશે ત્યાં ત્યાં ફરશે ગદા
- શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની છે ગદા
- બાબા બાગેશ્વરની સુરક્ષાને લઇ ચાંપતો બંદોબસ્ત
સુરતમાં બાબા બાગેશ્વર સાથે ખાસ સાળંગપુરથી હનુમાનજીની ગદા આવી છે. જેમાં બાબા જ્યાં જ્યાં ભારત ભ્રમણ કરશે ત્યાં ત્યાં ગદા તેમની સાથે ફરશે. કારણ કે બાબા બાગેશ્વર હનુમાનજીના ભક્ત છે. તેમજ શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની ગદા છે.
બાબા બાગેશ્વરની સુરક્ષાને લઇ ચાંપતો બંદોબસ્ત
શહેરમાં બાબા બાગેશ્વરની સુરક્ષાને લઇ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાસ સ્નિફર ડોગ દ્વારા વિસ્ફોટક શોધવા ડોગ સ્કોડ લગાડ્યા છે. તેમજ 2500 પોલીસ જવાનનો બંદોબસ્તનો કાફલો તથા SRP જવાનો સાથે પ્રાઇવેટ બાઉન્સર પણ તૈનાત કરવામાં આવ્યા છે. બાબા માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરાયો છે. સુરતમાં બાબા બાગેશ્વરના દરબારમાં સવારથી જ લોકો ઉમટ્યા છે.
ગુજરાત રાજ્યની બહારથી પણ લોકો આવ્યા
બાબા બાગેશ્વરની એક ઝલક જોવા ગુજરાત રાજ્યની બહારથી પણ લોકો આવ્યા છે. જેમાં યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીરથી લોકો આવ્યા છે. બાબા જ હિન્દૂ રાષ્ટ્ર બનવાશે તેવી લોકોએ માંગ કરી છે. બે દિવસ બાબાનો દિવ્ય દરબાર સુરતમાં યોજાશે. બે લાખથી વધુ લોકો દરબારમાં આવવાની શક્યતા છે. મહત્વનુ છે કે સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ-શો યોજે તેવી શક્યતા
આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ-શો યોજે તેવી શક્યતા છે. આ રોડ-શોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.