- વાવાઝોડુ બિપોરજોય ડીપ ડિપ્રેશન બન્યું છે
- વાવાઝોડુ ડીપ ડિપ્રેશનથી હવે સુપર સાયક્લોન બનશે
- આગામી 8, 9 જૂને દરિયો તોફાની બનશે
બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં વાવાઝોડુ બિપોરજોય ડીપ ડિપ્રેશન બન્યું છે. તેમજ વાવાઝોડુ ડીપ ડિપ્રેશનથી હવે સુપર સાયક્લોન બનશે. જેમાં આગામી 7,8,9 જૂને દરિયો તોફાની બનશે. તથા વાવાઝોડાની ગતી પ્રતીકલાક 60 થી 70 કિમી સુધી જશે.
વાવાઝોડુ બિપોરજોય ડીપ ડિપ્રેશન બન્યું છે
ઓમાન તરફ જતા વાવાઝોડાની ગતી 125 કિમી પ્રતિકલાક સુધી જશે. તેમજ વાવાઝોડાની અસરો પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના વધુ જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની પણ સંભાવના રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. વાવઝોડાની અસર મુંબઈ મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. સાથે જ 15 જૂન સુધીમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. તથા ઊંચા મોજા દરિયામાં ઉછળતા દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે.
ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે
અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર બિપોરજોય વાવાઝોડુ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સીથી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જૂનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.
તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું
ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે બિપોરજોય નામ આપ્યું છે. જેનો અર્થ આફત થાય છે.