Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બિપોરજોય પોરબંદરથી 890 કિમી દૂર | શંકર ચૌધરી અને ગેનીબેન એકસાથે

ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.

વધુ વાંચો : સુરત: કોર્પોરેટરો પ્રજાના રૂપિયાનો અંગત સંબંધોમાં ઉપયોગ કરતા ભરાયા

સુરતમાં વધુ એક બાકડાનો વિવાદ સામે આવ્યો છે. જેમાં મનપાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાનો વિવાદ વકર્યો છે. તેમાં કોર્પોરેટરના સંબંધીની બિલ્ડિંગ ટેરેસ પર બાકડા દેખાયા છે. ત્યારે બાકડા પર ડિંડોલી કોર્પોરેટર ભાઇદાસ પાટીલનું નામ જોવા મળી રહ્યું છે.

વધુ વાંચો : શંકર ચૌધરી અને ગેનીબેનનો એકસાથેનો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયુ

શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એકસાથે જોવા મળ્યા છે. તેમજ એક જ ગાડીમાંથી નીચે ઉતરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. તથા અગાઉ ગેનીબેન ઠાકોર ભાજપના વખાણ કરી ચૂક્યા છે. તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ આવતીકાલે બનાસકાંઠાના પ્રવાસે છે.

વધુ વાંચો : બિપોરજોય વાવાઝોડુ સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ, હવે ખતરો વધશે!

બિપોરજોય વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમજ પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે.

વધુ વાંચો : રાજ્યમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે મેઘો

રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દ.ગુજરાત અને દ.સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ રહેશે. સાથે જ ડાંગ, ભરુચ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદ આવવાની શક્યતા છે.

વધુ વાંચો : બિપોરજોય પોરબંદરથી 890 કિમી દૂર, આ વિસ્તારમાં થશે ભારે અસર

ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

વધુ વાંચો : શરદ પવારને WhatsApp પર મળી ધમકી, સુપ્રિયા મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારને વોટ્સએપ પર ધમકીઓ મળી છે. શરદ પવારને ધમકી મળ્યા બાદ તેમની પુત્રી સુપ્રિયા સુલે આ અંગે ફરિયાદ કરવા મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં ગયા હતા. શરદ પવારને ધમકીઓ મળવાની જાણકારી આપતા સુપ્રિયા સુલેએ કહ્યું છે કે એક વેબસાઈટ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે હું અહીં પોલીસ પાસે ન્યાય માંગવા આવી છું. સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહને પણ ન્યાયની અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આવી હરકતો યોગ્ય નથી, તેને રોકવી જોઈએ.

વધુ વાંચો : દિલ્હી પ્રદેશ ભાજપના નવા કાર્યાલયનું જેપી નડ્ડાના હસ્તે ભૂમિપૂજન

લગભગ 36 વર્ષ બાદ દિલ્હી ભાજપને નવી ઓફિસ મળી રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 9મી જૂને દિલ્હી યુનિટના નવા કાર્યાલયનો શિલાન્યાસ કર્યો છે. નડ્ડા પોકેટ 5, DDU માર્ગ ખાતે દિલ્હી ભાજપની નવી ઇમારતનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરાયુ. પાર્ટીનું નવું કાર્યાલય દોઢ વર્ષમાં તૈયાર થવાની ધારણા છે, એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં, દિલ્હી ભાજપનું નવું સરનામું 14, પંડિત પંત માર્ગથી પોકેટ 5, DDU માર્ગમાં બદલવાની દરેક સંભાવના છે. એટલે કે ભાજપ 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ DDU માર્ગ પર સ્થિત તેની ઓફિસથી ફૂંકશે.

વધુ વાંચો : IPLમાં 850થી વધુ રન બનાવનાર ગિલ WTCમાં માત્ર 13 રનમાં આઉટ થયો

ભારતીય યુવા સ્ટાર શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ જગતમાં પ્રભુત્વ જમાવી રહ્યો છે. તેણે IPL 2023માં 850થી વધુ રન બનાવ્યા હતા, જે બાદ તે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. જોકે, આઈપીએલ ઈતિહાસમાં વિરાટ કોહલી બાદ તે આટલા રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગિલનું બેટ ખરાબ રીતે ફ્લોપ થયું અને તે બોલરની લાઇન અને લેન્થને મિશ્રિત કરીને ક્લીન બોલ્ડ થયો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles