- પ્રિ-મોન્સૂન પ્લાનનો સારી રીતે અમલ કરોરિપેરિંગની કામગીરી શરૂ
- બિસમાર રસ્તાઓના લીધે લોકો હેરાન થાય નહીં તેનું ધ્યાન રાખો
- બિસમાર રોડના મુદ્દે ફરી એકવાર હાઈકોર્ટે તંત્રને ટકોર કરી
બિસમાર રોડના મુદ્દે ફરી એકવાર હાઈકોર્ટે તંત્રને ટકોર કરી છે કે ખરાબ રસ્તાઓની સાથે તુટેલા રસ્તાઓનુ પણ સમારકામ કરો અને તેને સુધારો. આગામી સમયમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે પ્રિમોન્સૂન પ્લાનનુ કામ પણ સારી રીતે થાય અને તેનુ પાલન યોગ્ય રીતે કરવામાં આવે તે જરૂરી છે. રસ્તાઓનુ સમારકામ કરો ત્યારે એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે ચોમાસા દરમિયાન, આ રસ્તાઓ તુટે તે પ્રકારની હલકી ગુણવત્તાની કામગીરી કરશો નહીં. રસ્તાઓ લાંબા સમય સુધી સારી હાલતમાં રહે અને જેથી લોકોને પણ અસુવિધાઓનો સામનો કરવો પડે નહીં. રસ્તાઓની નબળી કામગીરીના લીધે લોકોએ હાલાકી ભોગવવી પડે તે યોગ્ય નથી. જેથી, આ બાબતની કાળજી રાખવામાં આવે. લોકોને હેરાન થવુ પડે તેવા રસ્તાઓ બનાવશો નહીં. મહત્વનુ છે કે, બિસમાર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફ્કિ અને પાર્કિંગના મુદ્દે ભૂતકાળમાં હાઈકોર્ટે મહત્વના આદેશ આપેલા છે. જો કે, તેનો યોગ્ય રીતે અમલ ન થવાથી આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરાયેલી છે.