- ભ્રષ્ટાચારનાં આક્ષેપમાં ઘેરાયેલી કંપનીના તાર સુરત સાથે
- એસ.પી સિંગલા કન્સ્ટ્રક્શન પાસે સુરતમાં પણ કોન્ટ્રાકટ
- કંપની પાસે સુરત મેટ્રોરેલની કામગીરીનો પણ કોન્ટ્રાક્ટ
બિહારના ભાગલપુર બ્રિજ હોનારતનો મુદ્દો તથા ભ્રષ્ટાચારનાં આક્ષેપમાં ઘેરાયેલી કંપનીના તાર સુરત સાથે જોડાયા છે. જેમાં એસ.પી સિંગલા કન્સ્ટ્રક્શન પાસે સુરતમાં પણ કોન્ટ્રાકટ છે. તેમાં કંપની પાસે સુરત મેટ્રોરેલની કામગીરીનો પણ કોન્ટ્રાક્ટ છે.
સદભાવના એન્જિનિયરિંગમાં 26 ટકા ભાગીદારી ધરાવે છે
સદભાવના એન્જિનિયરિંગમાં 26 ટકા ભાગીદારી ધરાવે છે. તેમજ 11.6 કિ.મીની મેટ્રોની કામગીરીમાં બંને કંપનીઓની ભાગીદારી છે. તથા કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધી કામગીરી સોંપાઇ છે. તેમજ 10 એલિવેટેડ સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. 779 કરોડ રૂપિયાના ખર્ચે સદભાવના એન્જિનિયરિંગ અને એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીના જોઈન્ટ વેન્ચર કાદરશાની નાળથી ડ્રીમ સિટી વચ્ચે 11.6 કિલોમીટરના મેટ્રોની કામગીરીમાં ભાગીદારી છે.
10 એલિવેટેડ સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો
10 એલિવેટેડ સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તથા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનારી છ કંપનીઓ પૈકી સૌથી ઓછા રૂ. 779.73 કરોડનું ટેન્ડર ભર્યું હતું. ભાગલપુરમાં રવિવારને 4 જૂને જે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો એનું ગુજરાત સાથે કનેકશન છે. આ પુલ તૂટવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થવા પામ્યાં હતાં. પુલના એક પછી એક ભાગ તૂટી રહ્યા છે, એ દૃશ્ય ખૂબ જ હચમચાવી દેનારાં અને આશ્ચર્યજનક છે. બિહારના ખગરિયામાં 1,717 કરોડ રૂપિયાના ખર્ચે અગુવાની સુલતાનગંજ ગંગા પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ પુલના તૂટવાથી એક હજાર કરોડના ખર્ચે બની રહેલા ગુજરાતના બે મહત્ત્વના બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.