- ચોમાસા પહેલાં પમ્પિંગ સ્ટેશનોનું ચેકિંગ કરવા, વધારાની જાળી લગાવવા સૂચના
- ટેક્નિકલ કારણો, નેગોસિએશનના બહાને 6-6 મહિના સુધી ટેન્ડર ટલ્લે ચડાવે છે
- ડ્રેનેજ અને વોટર સ્ટ્રોમ લાઇન વચ્ચે જે જાળી મૂકવામાં આવે
ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ન ભરાય ત્યારે તે માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વચ્ચે વધારાની જાળી મૂકવામાં આવશે. AMCના એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓ ટેકનિકલ કારણોના બહાને મંજૂરી માટે કમિટીમાં રજૂ નહીં કરીને 6 મહિના સુધી ટેન્ડર ટલ્લે ચડાવતા હોવાની બાબતને ખૂબ જ ગંભીર ગણીને ટેન્ડર પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. દૂધેશ્વર પાણીની ટાંકી ખાતેથી પીવાના પાણીના ટેન્કર ભરી આપવામાં અખાડા કરતા એક અધિકારીને કારણે ખાડિયા અને તેની આસપાસના રહીશોને ટેન્કર મારફતે પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલાકી પડતી હોવાની કોર્પોરેટરની ફરિયાદને પગલે પાણીના ટેન્કરો વહેલી સવારે જ ભરી આપવા સૂચના આપવામાં આવી છે.
વોટર સપ્લાય કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, વર્તમાન પત્રોમાં જાહેરાત આપ્યા બાદ પણ ટેન્ડર મંજૂરી માટેના કામ જલ્દી કમિટીમાં આવે તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે તેને મંજૂરી માટે કમિટીમાં મુકવાનો સમય બે મહિનાનો હોય છે છતાં અધિકારીઓ છ -છ મહિના સુધી ટેન્ડર મંજૂરી માટે મુકતા ન હોવાની ફરિયાદ કરી હતી. કમિટીમાં ટેન્ડરો મંજૂર નહીં થવાને કારણે પાણી, ડ્રેનેજ, સહિતની સુવિધાના કામોમં નોંધપાત્ર વિલંબ થાય છે અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એન્જિનીયરિંગ અધિકારીએ, ટેકનિકલ કારણોસર કાર્યવાહી બાકી હોય અથવા નેગોસીએશન કરવામાં આવતું હોવાથી કમિટીમાં ટેન્ડર મુકવામાં મોડું થતું હોવાનો પાંગળો બચાવ કર્યો હતો. ચોમાસામાં ડ્રેનેજ પંપિંગ સ્ટેશનમાં પાણી સરળતાથી વહી જાય તેના માટે ડ્રેનેજ અને વોટર સ્ટ્રોમ લાઇન વચ્ચે જે જાળી મૂકવામાં આવે છે.