- ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ
- લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ
- બસનો કંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ થયો
મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ થયો છે. લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ ફોલાયો છે.
પેસેનજરોના શ્વસ અદ્ધર થયા
બસનો કંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ થતાં મુસાફરોના જીવ પડિકે બંધાયા હતા. જેમાં મહિસાગરમાં સલામત સવારીની પોલ ખુલી થઇ છે. તેમાં બસના ડ્રાઇવરે ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ પર વાતો કરી છે. જેનો વીડિયો મુસાફરે વાયરલ કર્યો છે. તેમાં લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો હોવાની પ્રાથમિક માહિતી છે. બસના ડ્રાઈવરે પોતાનો મોબાઈલ પર વાતો કરતા પેસેનજરોના શ્વસ અદ્ધર થયા હતા.
આવા ડ્રાઈવરો પર અંકુશ રાખવામાં આવે
જો ડ્રાઈવર સ્ટેરીંગનો કાબુ ગુમાવે તો મોટી જાન હાની થઈ શકતી હતી. તેમજ જો આવા ડ્રાઈવરો પર અંકુશ રાખવામાં આવે તો એક્સિડન્ટ તો બચી શકે છે. બસનો કાંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ થઇ સીટ ઉપર પગ પર પર ચઢાવી વાતો કરી રહ્યો છે. આવા ડ્રાઈવરો તથા કંડક્ટરોને ફરજ પરથી દુર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.