- દિલ્હીના ઉપરાજ્યપાલની અરજી પર વચગાળાની રાહત
- ટ્રાયલની કાર્યવાહી પડતી મુકવાની માગ કરી હતી
- ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે
નર્મદા બચાવ આંદોલનને અનુલક્ષીને સાબરમતી આશ્રામ ખાતે આવેલા મેઘાપાટકર પર હુમલાના કેસમાં આરોપી એવા દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાને ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે વી. કે. સક્સેના સામેના કેસના ટ્રાયલની પ્રોસિડિંગ્સ સામે વચગાળાનો મનાઈ હુકમ ફ્રમાવ્યો છે. આ ઉપરાંત, હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મેઘાપાટકરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 19 જૂને હાથ ધરાશે. મહત્વનુ છે કે આ કેસમાં અરજદાર વી . કે. સક્સેના સામેની ટ્રાયલની કાર્યવાહી પડતી મુકવાની માગ સાથેની અરજી અમદાવાદના એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે થોડા સમય પહેલા ફ્ગાવી દીધી હતી. અરજદારના વકીલની રજૂઆત હતી કે દિલ્હીના ઉપ-રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. તેઓ બંધારણીય હોદ્દો ધરાવે છે. તેમને બંધારણની કલમ 361ની જોગવાઈ હેઠળ વિશેષ રાહત અપાયેલી છે. આ સ્થિતિમાં તેમની સામે અદાલતની કાર્યવાહી થઈ શકે નહીં. ટ્રાયલ આ કલમની જોગવાઈઓનુ અર્થઘટન કરવામાં નિષ્ફ્ળ રહેલી છે. જેથી, ટ્રાયલ કોર્ટે જે હુકમ કરેલો છે તે અયોગ્ય છે. બંધારણની કલમ 361(3) હેઠળ પણ તેમને સંરક્ષણ અપાયેલુ છે, જેથી ટ્રાયલ કોર્ટને તેમની સામે કેસ ચલાવી શકે નહીં.