Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

યાર્ન પછી ટેકનિકલ ટેક્સ્ટાઇલ પર 10 ઓક્ટોબરથી BIS ફરજિયાત

  • આયાત કરાતી ટેકનિકલ ટેક્સટાઇલની પ્રોડક્ટ માટે પણ BIS જરૂરી
  • જિઓ ટેક્સ્ટાઇલની 18 પ્રોડક્ટ માટે ગાઇડલાઇન
  • બીઆઇએસ સર્ટિફાઇડ ઉત્પાદક પાસેથીજ ફેબ્રિક્સ ઇમ્પોર્ટ કરી શકશે

વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓની ક્વોલિટી સુધરે તેમજ સ્થાનિક ઉત્પાદકો પણ ગુણવત્તા યુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક વસ્તુઓ પર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર(ક્યૂસીઓ)નો અમલ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલાજ પોલિયેસ્ટર યાર્નની કેટલીક ક્વોલિટી પર બીઆઇએસ સ્ટાન્ડર્ડ ફરજીયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે 10 ઓક્ટોબરથી ટેક્નિકલ ટેક્સટાઇલમાં જીઓ ટેક્સટાઇલ અને પ્રોટેક્ટિવ ટેક્સટાઇલની 13 પ્રોડક્ટ માટે ક્વોલિટ કંટ્રોલ ઓર્ડર અમલમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 10 ઓક્ટોબરથી તેના માટે ક્યૂસીઓ એટલે કે બીઆઇએસ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવતા ઉદ્યોગકારોને તેમના ફેબ્રિક્સની ક્વોલિટી બીઆઇએસ સ્ટાન્ડર્ડ મુજબ બનાવવી પડશે. સાથેસાથ જે લોકો વિદેશથી ટેક્નિકલ ટેક્સ્ટાઇલના કાપડ ઇમ્પોર્ટ કરે છે તેઓ પણ ફક્ત બીઆઇએસ સર્ટિફાઇડ ઉત્પાદક પાસેથીજ ફેબ્રિક્સ ઇમ્પોર્ટ કરી શકશે. કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ જીઓ ટેક્સટાઇલની જે 18 વસ્તુઓ પર બીઆઇએસ સ્ટાન્ડર્ડ અનિવાર્ય કરવામાં આવ્યુ છે તેમાં લેમિનેટેડ હાઇ ડેન્સિટી પોલિથિલિન વુવન જીઓમેબ્રેન્સ ફોર વોટરપ્રુફ લિનિંગ, જ્યૂટ જીઓ ટેક્સટાઇલ, જીઓસેલ, જીઓ ટેક્સટાઇલ ફોર સબ સરફેસ ડેનેજ એપ્લિકેશન, જીઓગ્રિડ ફોર ફ્લેક્સિબલ પેવોમેન્ટ સહિતની 18 વસ્તુઓ શામેલ છે જ્યારે પ્રોટેક્ટિવ ટેક્સટાઇલમાં કર્ટેન એન્ડ ડેપ્સ, પ્રોટેક્ટિવ ક્લોથિંગ ફોર ફાયર ફાઇટર, પ્રોટેક્ટિવ ગ્લોવઝ ફોર ફાયર ફાઇટર, હાયર વિઝિબિલિટી વાર્નિંગ ક્લોથસ સહિતની અન્ય 13 પ્રોડક્ટ શામેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles