રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતનો એક યુવાન મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રોન હુમલામાં સુરતમાં રહેતા હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું મોત થયું હતું. સુરતનો યુવક બે મહિના પહેલા રશિયા ગયો હતો જ્યાં તે રશિયન આર્મીમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે.જે બાદ હેમીલના મૃતદેહને લઈને ગોળ ગોળ વાતો કરવામાં (Youth Dies In Attack In Ukraine) આવતી હતી જેના પગલે હેમીલના પરિવારના સભ્યો રશિયા જવા તૈયાર થયા હતા.જો કે દૂતવાસે હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેવી માહિતી આપી હતી.રશિયાના કોઈ NGOએ મૃતદેહનું પોસ્માર્ટમ અને પેકીંગ કરી આપ્યું હતું.ત્યારે આખરે હેમિલ માંગુકીયાનો પાર્થિવ દેહ 25 દિવસ બાદ એટલે કે આજે સુરત પહોંચશે
હેમીલનો મૃતદેહ આજે આવશે
પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ તેનો મૃતદેહ ઘરે લઈ જવાને લઈને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. હેમિલના મૃતદેહને પરત લાવવા માટે પરિવારના સભ્યો પોતે રશિયા જવા તૈયાર હતા અને વિઝા માટે અરજી પણ કરી હતી. જો કે પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ભારતીય દૂતાવાસે હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેવી માહિતી આપી હતી.23 વર્ષીય હેમિલ માંગુકીયાનો પાર્થિવ દેહ 25 દિવસ બાદ 16મી માર્ચે શનિવારે બપોરે સુરત પહોંચશે, સુરત પહોંચી ગયા બાદ આજે અંતિમયાત્રા પણ નીકળી શકે છે તેવુ હેમિલના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
2 મહિના અગાઉ રશિયા ગયો હતો
સુરતમાં રહેતો હેમિલ માંગુકિયા 20 મહિના પહેલા રશિયા ગયો હતો. જ્યાં ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. ત્યાં યુદ્ધમાં ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. હેમિલના મોતને લઈને સુરતમાં રહેતો તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતદેહ પરિવારજનો સુધી પહોચે તે માટે પરિવારજનો પણ ખૂબ જ ચિંતિત હતા એટલું જ નહી પરિવારજનો તેનો મૃતદેહ લેવા જવા માટે રશિયા પણ જવાના હતા. જો કે એમ્બીસી તરફથી તેનો મૃતદેહ ભારત પહોચાડવામાં આવશે તેમ તેના પરિવારજનોએ જણાવ્યું છે. સાથે જ હેમિલની ડેડબોડી શનિવારે બપોરે 2.30 કલાકના અરસામાં વેલંજામાં ઉમરા ગામે ઘરે પહોંચી જશે તેવું અમને ઓથોરિટી દ્વારા જણાવાયું છે અને અન્ય મૃતકની ડેડબોડી પણ હૈદરાબાદ પહોંચશે.
હેમિલના સાથી સમીરે સૌ પ્રથમ સમાચાર આપ્યા
હેમિલના કાકા સુરેશ માંગુકીયાએ જણાવ્યું હતું કે, હેમિલ સાથે સમીર નામનો છોકરો કામ કરતો હતો. તેને અમને જાણ કરી હતી કે ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું છે. અમે 4-5 દિવસથી એમ્બીસીના સંર્પકમાં હતા પણ ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો.
3 પરિજનો રશિયા પણ જવાના હતા
સુરેશ માંગુકીયાએ જણાવ્યું હતું કે, શરુઆતમાં અમને એમ હતું કે અમારે જાતે જ રશિયા જવું પડશે. અમે વિઝા પણ મૂકી દીધા હતા અને અમે ૩ જણા અહીંથી જવાના પણ હતા.પરંતુ અમને એમ્બેસીમાંથી એવા મેસેજ મળ્યા છે કે મૃતદેહને તમારા સુધી અમે પહોચતો કરી દઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.