આજ રોજ રાજુલા 108 ની ટીમ ને વહેલી સવારે 06:42 કલાકે એક ચોત્રા ગામ નો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથેજ રાજુલા 108 ની ટીમ તુરંત સ્થળ પર પોહોચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે એક મહિલા છે જે પ્રસૂતિ ની પીડા થી પીડાઈ રહી છે. જે થી તેને સ્થળ પર બધું તપાસ કરી તુરંત હોસ્પિટલ લઈ જવા માટે દર્દી ને એમ્બ્યુલન્સ મા લઈ જવા રવાના થયા પરંતુ રસ્તામાં અસહ્ય પીડા થઈ અને રસ્તામાજ ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી.
જે થી રાજુલા 108 ટીમ ના ઇ.એમ.ટી. લાલજી વેગડ, અને પાયલોટ કિશન જોશી ની સુજબુજ અને સમયસૂચતાથી અને ઉપરી ફિઝિશિયન ડોકટર સાથે વાતચીત કરી અને સલાહ સૂચના મુજબ જરૂરી દાવાઓ આપી અને સારવાર કરી 108 એમ્બ્યુલન્સ માંજ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. ડીલેવરી બાદ તપાસ કરતા માતા અને બાળક ના દરેક વાઇટલ પેરામીટર ઓક્સિજન તેમજ અપગાર જેવી દરેક તપાસી કરી અને બાળક સારી રીતે રડતું હતું અને જરૂરિયાત મુજબ ઑક્સિજન પણ આપાયું હતું.
આમ માતા અને બાળક બંને સ્વસ્થ હતા. ત્યાર બાદ ઇ.એમ.ટી. લાલજી વેગડ અને પાયલોટ કિશન જોશી દ્વારા રાજુલા 108 એમ્બ્યુલન્સ મારફતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલા ખાતે દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. અને દર્દી ના સગા દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા અને કર્મચારીઓ નો આભાર માન્યો હતો. તેમજ રાજુલા 108 ની ટીમ ની સરાહનીય કામગીરી માટે 108 ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને ઇમરજન્સી મેનેજમેન્ટ એક્સિક્યુટિવ અમાનતઅલી નકવી દ્વારા સારી કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.