રાજુલા તાલુકા વિકાસ અધિકારી તરીકે ભરતભાઈ કલસરીયાને ચાર્જ સોપાયો
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા જીલ્લા વિકાસ અઘિકારીશ્રી પરિમલ પંડ્યા દ્વારા હાલ તાલુકા પંચાયતમા વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઈ કલસરીયાને તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સોંપવામા આવતા
રાજુલા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભગુભાઈ નકુમ,જીગ્નેશભાઈ હડિયા,જીલ્લા મંડળનાં પ્રમુખ મહેશભાઈ ભોળા,વાઢેરભાઈ તથા આહીર સમાજ અગ્રણી ભોળાભાઈ લાડુમોર સહિતનાએ શુભેચ્છા આપી નિમણૂકને આવકારી હતી તેમજ આગામી સમયમાં વિકાસના કામોને વેગ અપાશે તેવુ ભરતભાઈ કલસરીયા દ્વારા જણાવેલ.