રાજુલા ના ગુમ થયેલ યુવાન ધાતરવડી ડેમ 2 પાસે મૃત હાલત માં મળી આવ્યો
રાજુલા શહેર માં ચાર દિવસ પહેલા રાજુભાઈ હુસેનભાઇ જોખિયા ઉમર ૨૦ વર્ષ મો યુવાન ગુમ થયેલ સતત ચાર દિવસ થી પરિવાર મિત્રો શોધખોળ કરી રહિયા હતા ત્યારે આ યુવાન ના મળતા અંતે રાજુલા પોલીસ ને જાણ કરવા આવેલ ત્યારે પોલીસે પણ મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં પ્રયત્નો કરેલા પરંતુ મોબાઈલ બંધ આવેલ ત્યારે બાદ મિત્રો સગા વહાલા માં પણ તપાસ શરૂ કરેલી પરંતુ આ યુવાન મળેલો નહિ રાજુલા નો આ યુવાન રાજુભાઈ હુસેનભાઇ જોખીયા જેને આજે રાજુલા ના ધાતરવડી ડેમ બે પાણી માં કોઈ યુવાન ની બોડી હોવાના સમાચાર મળતાં પોલીસ ધટના સ્થળે દોડી આવેલ અને આ બોડી ગુમ થયેલ યુવાન ની હોવાનું જાણવા મળેલ મરનાર યુવાન આ ધાતરવડી ડેમ વિસ્તાર માં રહેતો હોવાનું જાણવા મળ્યું આં યુવાન ની ડેડ બોડી ને પોલીસે રાજુલા સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ આ સમાચાર વાયુવેગે શહેર માં પ્રસરતા લોકો ના ટોળે ટોળા રાજુલા હોસ્પિટલે એકઠા થયેલા ત્યારે આ ધટના ની જાણ મુસ્લિમ સમાજ પ્રમુખ ને થતા તે પણ હોસ્પિટલે દોડી આવેલ સાથે સમાજ ના તમામ અગ્રણી ઓ હોસ્પિટલે દોડી આવેલ ત્યારે આ યુવાન ના પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવા આવેલ આ ધટના કેવી રીતે બની તે બાબતે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે ડેમ જેવા વિસ્તાર માં શું કોઈ વ્યક્તિ હાજર ન હતું ? આ ડેમ શું રામ ભરોસે ? ઉઠ્યા અનેક પ્રશ્ન.?