રાજુલા ના પી. આઈ. દ્વારા માનવતા નુ ઉદાહરણ….
રાજુલા શહેર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની પરિક્ષા આજરોજ થી શરુ થયેલ હોય અને સવાર ના ૧૦૩૦ વાગ્યે એક વિદ્યાર્થીની સ્કૂલ યુનિફોર્મ મા પરિક્ષા ની રિસીપ લઈ સ્કુલ બાબતે પુછપરછ કરતી હતી તે દરમ્યાન રાજુલા પોલીસ સ્ટેશન ના પોલીસ.ઈન્સ્પેકટર આઈ.જે.ગીડા પરિક્ષા અંગે બંદોબસ્ત અર્થ પેટ્રોલીંગ મા હોય અને આ વિદ્યાર્થીની ધ્યાન મા આવતા તેનુ પરિક્ષા કેન્દ્ર સ્થળ ગુરુકુળ છતડીયા રોડ હોય જેથી તાત્કાલીક સરકારી બોલેરો ગાડી મા બેસાડી વિદ્યાર્થીની ને પરિક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચાડતા વિદ્યાર્થિની ના વાલી દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરેલ છે….