રાજુલા ના હિંડોરણા પાસે એક ટ્રકે ૧૦ જેટલી ગાયોને ગંભીર રીતે અકસ્માત કરીને ટ્રક ચાલક થયો ફરાર….
રાજુલા ના હિંડોરણા નજીક અને જય માતાજી હોટલ પાસે મોડી રાત્રિ ના ૧:૨૦ કલાકે બની એક ગંભીર ઘટના આ ઘટનામાં ૧૦ જેટલી ગાયોને ગંભીર રીતે અકસ્માત કરીને ટ્રક ચાલક થયો ફરાર….
આ અકસ્માતમાં કુલ ૧૦ ગાયોને હડફેટે લેતા જેમાં સ્થળ ઉપર સાત ગાયોનું મૃત્યુ થયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ હતી ત્યારે ગત રાત્રીના જાગરણ હોય અને આ વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા અહીંયા એકત્રિત થયેલા ત્યારે આ ઘટનાના અનુસંધાને ભાવનગર સોમનાથ હાઇવે ઉપર વાહનોના થપ્પા ફલાઈ ગયા અને બે કલાક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા પરંતુ કોઈપણ જાતની અધટિત ઘટના ન બને તે માટે રાજુલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે આ ટ્રાફિક ખુલ્લો કરાવેલો ત્યારે આ ઘટનાની જાણ પૂજા બાપુ ગૌશાળા ને તેમજ
જયરાજભાઈ વરુ ગૌ પ્રેમીને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડે આવેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલી ગાયોને પૂજાબાપુ ગૌશાળામાં ખસેડવામાં આવેલ અને ત્રણ ગાયો ઇજાગ્રસ્ત હતી તેમને તાત્કાલિક રાત્રિના સારવાર માટેની વ્યવસ્થાઓ ગૌશાળા ના મેનેજમેન્ટ દ્વારા તેમજ જયરાજભાઈ વરું દ્વારા કરવામાં આવી ઉપરોક્ત ઘટનાથી રાજુલા શહેરમાં ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો વહેલી સવારે આ ઘટનાની ફરિયાદ રાજુલાના દિનેશભાઈ કથડભાઈ જીંજાળા રહેવાસી રાજુલા વાળાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ લખાવી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે હવે જોવાનું એ છે કે આ આરોપી ક્યારે પકડાય ?
જોકે આ ઘટનાથી રાજુલા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને તમામ સીસીટીવી ફૂટેજ દ્વારા આ ટ્રક ક્યાંથી આવ્યો અને કઈ બાજુ ગયો તેની તપાસ હાથ ધરેલ છે બીજી તરફ જાણવા મળતી વિગત મુજબ છેલ્લા ઘણા દિવસોથી રાત્રિના હોમગાર્ડ ડ્યુટીમાં ન હોવાના લીધે રાજુલા રાત્રી પેટ્રોલિંગ પણ થતું નથી જો હોમગાર્ડ ડ્યુટી ચાલુ હોત તો દરેક નાકા ઉપર હોમગાર્ડ ફરજો બજાવતા હોય છે ત્યારે આ ટ્રક કઈ બાજુ ગયો તેની માહિતી આ હોમગાર્ડ આપી શકાય તો વહેલી તકે હોમગાર્ડ નોકરી શરૂ થાય તેવું રાજુલા શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે