રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ – પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમા પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓને જણાવેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ અમરેલી જીલ્લાના માર્ગશન હેઠળ સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબની અઘ્યક્ષાતા મા

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજુલા તાલુકા હેઠળ આવતા તમામ ગામોના તમામ સરપંચશ્રીઓને આમંત્રણ આપી

રાજુલા “પટેલ સમાજની “ખાતે પોલીસ સરપંચશ્રી પરીસંવાદનુ આયોજન કરવામા આવેલ જેમા તમામ ગામોમા કોઇ પણ કાયદો વ્યવસ્થા અંતર્ગત બનાવ બને તે અંગે તાત્કાલીક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોલીસને તુર્તજ જાણ કરવા અનુરોધ કરવામા આવેલ તથા ગામમા રહેતા સિનીયર સિટીઝન લોકો બાબતે જરૂરી માહીતી મેળવી તેઓની જરૂરીયાત મુજબ મદદ કરવા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તથા સાઇબર લગત જન જાગૃતિ લાવવા અને સાઇબર ફ્રોડનો કોઇ શિકાર ન બને તે અંગે જન જાગુતી લાવવા અપીલ કરવામા આવેલ તથા ગામમાં રહેતા પરપ્રાંતિય મજુરોના રજીસ્ટ્રેશન અંગે જાગૃતિ લાવવા અપીલ કરવામા આવેલ તેમજ ટ્રાફીક એવરનેસ લગત જરૂરી સુચનો કરવામા આવેલ તથા મહીલા અત્યાચાર લગત બનાવો બાબતે જરૂરીયાત વાળા મહીલાઓની મદદ કરવા અંગે માહીતી આપવામા આવેલ તથા બાળ મજુરી બાળ શોષણ અંગે જન જાગૃતિ લાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા પોલીસ સ્ટેશનમા કાર્યરત શિ-ટીમની કામગીરી તથા મેન્ટર પ્રોજેક્ટ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામા આવેલ તેમજ રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કોન્સેપ અતર્ગત અરજદારોને પોતાની ગયેલ કે ખોવાયેલ ચીજ વસ્તુઓ બાબતે માહિતી આપવામા આવેલ હોય જે અંગે સમજ કરવામા આવેલ તેમજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમા સી.સી.ટીવી કેમેરાઓનુ વધુમા વધુ ઇન્સટોલેશન કરાવવા બાબતે સરપંચશ્રીઓને અનુરોધ કરવામા આવેલ અને તમામ ગામના સરપંચ શ્રીઓને વ્હોટસેપ ગ્રૂપમા જોડવામા આવેલ છે. તેમજ આ કાર્યક્રમમા પ્રાંત અઘિકારી સાહેબ શ્રી ડો.મેહુલ બરાસરા સાહેબ, તથા ચેતનભાઇ શિયાળ-માર્કટીંગ યાર્ડ ચેરમેનશ્રી ટીંબી તેમજ મયુરભાઇ દવે- નગરપાલિકા પ્રમુખ તેમજ રવુભાઇ ખુમાણ- તેમજ બકુલભાઇ વોરા-પ્રમુખ રાજુલા વેપાર એસોશિએશન તેમજ વિરભદ્રભાઇ ડાભીયા તેમજ વનરાજભાઇ વરૂ – તેમજ બાલાભાઇ કોટડીયા પ્રમુખ જાફરાબાદ તાલુકા પંચાયત તેમજ ઘનશ્યામભાઇ વાઘ તેમજ ઘીરૂભાઇ નકુમ – તેમજ મુકેશભાઇ ગુજરીયા તેમજ કાનાભાઇ ગોહિલ તેમજ મનુભાઇ ઘાખડા -પ્રમુખશ્રી સરપંચ એસોશિએશન રાજુલા તેમજ તમામ ગામના સરપંચશ્રીઓ આ કાર્યક્રમા હાજર રહ્યા હતા.