રાજુલા સરકારી હોસ્પિટલ માટે વધુ એક એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી
રાજુલા પંથકમાં અવાર નવાર અકસ્માતો સહિતના બનાવો સતત બની રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ રાજુલા સિવિલ હોસ્પિટલને ફાળવવામાં આવતા આજે રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડ પાસે શહીદ ચોકમાં ધારાસભ્ય હીરાલાલ સોલંકીના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લોકહિતાર્થે ખુલ્લી મુકવામાં આવી આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સહિતની ઇમરજન્સી જરૂરિયાત વાળી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેના કારણે અકસ્માત સહિતના અન્ય બનાવો સમયે આ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ફાયદારૂપ બની શકશેરાજુલા હોસ્પિટલમાં 2 એમ્બ્યુલન્સ હતી હવે આ વધુ એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા હોસ્પિટલમાં 3 એમ્બ્યુલન્સ થવા પામેલ છે આજ ના આ કાર્યક્રમ માં ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ પરેશ લાડુમોર, સાગર સરવૈયા, બકુલ વોરા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ધીરજ પુરોહિત, વનરાજ વરૂ, ચિરાગ જોષી, ઘેલાભાઈ, ગીરીશભાઈ, હોસ્પિટલ અધિક્ષક ડો.જેઠવા, એમ્બ્યુલન્સના પાઇલોટ અશોક ગોહિલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાઅંત માં આજે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જેઠવાનો જન્મદિવસ હોય ત્યારે ધારાસભ્ય દ્વારા તેમને ફૂલહાર કરી અભિનંદન પાઠવવામાં આવ્યા