રાજુલાના દીપડીયા ગામ નજીક અકસ્માત
રાજુલાના દિપડીયા નજીક એક અકસ્માતની ઘટના બનવા પામેલ છે
મઢડા ગામનો યુવાન બશેર રફિકભાઈ દલ જેની ઉંમર અંદાજિત તો 25 વર્ષ જણાવવામાં આવે છે જે મઢડાથી પીપાવાવ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળેલ છે જેનું દીપડીયા નજીક અકસ્માત થતાં આસપાસના લોકોએ 108 ને જાણ કરતા 108 મારફત તેને રાજુલા લાવવામાં આવેલ જ્યાં રાજુલા ફરજ પરના ડોક્ટરે આ યુવાનને અમૃત જાહેર કરેલ ત્યારે તેમના ખીચામાંથી આધારકાર્ડના આધારે તેમના સગા સંબંધીઓને જાણ કરવામાં આવેલી ઉપરોક્ત ઘટનાને જાણ તેમના સગા સંબંધીઓને કરવામાં આવતા તેમના પરિવારજનો મઢડાથી રાજુલા આવી પહોંચેલા જ્યાં અકસ્માતની જાણ થતા જ આ અકસ્માત બાબતે તેમણે તપાસ કરેલ પરંતુ આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તે જાણવા મળેલ નથી ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા રાજુલા પોલીસે ધોરણની કાર્યવાહી કરી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ ઉપરોક્ત ઘટનાની જાણ શહેરમાં થતા લોકોના ટોળેટોળા હોસ્પિટલે ઉમટી પડેલા આ યુવાનના હજુ એક વર્ષ પહેલા જ લગ્ન થયેલ હોવાનું જાણવા મળેલ