- સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો
- ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
- આજે ભરુચ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલીમાં વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ રહેવાના અણસાર છે. જેમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.
પ્રતિકલાક 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આજે ભરુચ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તથા પ્રતિકલાક 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અને હવે આવતી કાલે ગુજરાતમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણાની સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી ચાર દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.