Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

રિવરફરન્ટમાં ગગનચુંબી ઈમારતોની વાત તો દૂર, 49 પ્લોટની બેઝ પ્રાઈસ પણ નક્કી

  • રિવરફરન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ પણ આવક શૂન્ય
  • ભાજપની વહીવટી અણઆવડતના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો તેમણે આક્ષેપ
  • AMCની આર્થિક સ્થિતિ કથળેલી છે અને વિકાસ કાર્યો માટે મ્યુનિ.ને કરોડોની લોન લેવી પડે

AMC દ્વારા સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી સાબરમતી રિવરફરન્ટ પ્રોજેક્ટમાંથી કોઈ આવક થઈ નથી. છેલ્લાં 18 વર્ષોમાં સાબરમતી રિવરફરન્ટમાં 49 જેટલા પ્લોટોનું વેચાણ કરવા કે ગગનચૂંબી ઈમારતો બનાવવાની વાત તો દૂર, પરંતુ 49 પ્લોટ માટે બેઝ પ્રાઈસ પણ નક્કી કરી શકાઈ ન હોવાનું વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું છે. AMCની આર્થિક સ્થિતિ કથળેલી છે અને વિકાસ કાર્યો માટે મ્યુનિ.ને કરોડોની લોન લેવી પડે છે. આ સંજોગોમાં સાબરમતી રિવરફરન્ટ પાછળ કરોડોનો ખર્ચ કરવાને કારણે શહેરની પ્રાથમિક સુવિધાઓ પર માઠી અસર પડે છે.

સાબરમતી રિવરફરન્ટની બોર્ડ મીટીંગમાં શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફરન્ટ પર ગગનચુંબી ઈમારતો બનવાને લીધે અમદાવાદ મેનહટન સિટી જેવું બની જશે તેવા મ્ત્નઁ દ્વારા કરાયેલા દાવા પોકળ પુરવાર થયા છે. સાબરમતી રિવરફરન્ટ બન્યાને 18 વર્ષ થવા છતાં એક પણ ગગનચુંબી ઈમારત બની નથી એટલું જ નહીં પરંતુ રિવરફરન્ટમાં 49 પ્લોટ માટેની બેઝ પ્રાઈસ પણ નક્કી કરી શકાઈ નથી. રિવરફરન્ટ પર કરોડોના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાતું નથી. રિવરફરન્ટના પ્લોટોનું વેચાણ કરીને આવક ઉભી કરીને શહેરનો વિકાસ કરવામાં મ્ત્નઁની ઈચ્છાશક્તિ નથી. ભાજપની વહીવટી અણઆવડતના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

રિવરફરન્ટ કોર્પોમાં સીક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવા બાબતે પેન્થર સર્વેલન્સ પ્રા. લી.ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છ. આ એજન્સી દ્વારા 383 જેટલા સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવામાં આવે છે. તેને દર વર્ષે 9.00 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં રિવરફરન્ટ વિસ્તારમાં ચોરી, છેડતી, ગુનાખોરી અને ખાસ કરીને ડ્રગ્સનું વેચાણ અને ગેરકાયદે પ્રવૃતિ વધતી જાય છે. આમ, આ સીક્યુરીટી એજન્સી તદ્દન નિષ્ફ્ળ નીવડી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles