Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

લાંભામાં ગાર્ડનના લોકાર્પણ પહેલાં જ 35 લાખનો મેન્ટેનન્સ ખર્ચ મંજૂર

[ad_1]

  • રિક્રિએશન કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્તોને લીલી ઝંડી
  • વિવાદાસ્પદ દરખાસ્ત રીક્રીએશન કમિટીમાં મંજૂર કરાઈ
  • લાંભામાં રૂ. 2 કરોડના ખર્ચે નવું લાંભા તળાવ અને ગાર્ડન ડેવલોપ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણીનગરમાં તૈયાર કરાયેલ નવા સ્પોર્ટસ સંકુલમાં રમત ગમત માટે નક્કી કરવામાં આવેલી રાખવામાં આવેલી ફી ની રકમ AMC સંચાલિત મેમકો સ્પોર્ટસ કોમ્પ્લેક્સની ફી કરતા બમણી નક્કી કરવાને પગલે વિવાદ સર્જાયો છે. આમ, AMC સંચાલિત બે સ્પોર્ટ્સ સંકુલ માટેના ભાવમાં ડબલ તફાવત ધરાવતી વિવાદાસ્પદ દરખાસ્ત રીક્રીએશન કમિટીમાં મંજૂર કરાઈ છે. રીક્રિએશન કમિટીમાં મણિનગર સ્પોર્ટસ સંકુલ 10 વર્ષ માટે PPP ધોરણે ખાનગી કોન્ટ્રાક્ટરને ચલાવવા મંજૂરી આપી દીધી છે. લાંભામાં રૂ. 2 કરોડના ખર્ચે નવું લાંભા તળાવ અને ગાર્ડન ડેવલોપ કરાયું છે અને આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવે તે પહેલાં જ

ગાર્ડનમાં મેન્ટેનન્સ કરવા માટે રૂ. 35 લાખનો ખર્ચ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવાને પગલે વિવાદ સર્જાયો છે. મણિનગર સ્પોર્ટ્સ સંકુલમાં ચેસ, કેરમ, જિમ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસના નક્કી કરેલા સૂચિત દરોને પણ મંજૂરી આપવામાં આવી છે જેથી હવે ખાનગી રમત ગમત સંકુલ અને સરકારી સંકુલના ભાવ સરખા જ થયા છે. મણિનગર સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવવામાં આવ્યું છે. નવી બિલ્ડીંગ છે અને એસી જીમ છે. સારી સુવિધાઓ વાળું આ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે.

[ad_2]

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles