- પોરબંદરથી માત્ર 510 કિમી દૂર છે વાવાઝોડુ બિપોરજોય
- 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે
- વાવાઝોડાના ખતરાને જોતા તંત્રને સાબદુ કરવામાં આવ્યુ
સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. જેમાં એક્સ્ટ્રીમલી સિવિલયર સાયક્લોનિક સ્ટોર્મ બન્યુ છે. તથા વાવાઝોડુ બિપોરજોય પોરબંદરથી માત્ર 510 કિમી દૂર છે. તેમજ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે બિપોરજોય આગળ વધી રહ્યુ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાય તેવી શક્યતા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાય તેવી શક્યતા છે. તેમજ વાવાઝોડાના ખતરાને જોતા તંત્રને સાબદુ કરવામાં આવ્યુ છે. તથા દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અને આવતીકાલથી પવનની ગતિ 50 કિમીથી વધુ રહેવાની સંભાવના છે. સાથે જ NDRFની ટીમ પોરબંદર, વલસાડ અને વેરાવળ તૈનાત છે.
કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડ બાય મોડ પર
કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડ બાય મોડ પર છે. તેમજ તમામ બીચ પર સહેલાણીઓ માટે રોક લગાવવામાં આવી છે. અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કોસ્ટગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. માછીમારો માછીમારી ન કરે તે માટે હવાઈ નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા બાજુ આગળ વધ્યું છે. વાવાઝોડુ પોરબંદર, દ્વારકા અને નલિયા નજીક પહોંચ્યું છે. તેમજ વાવાઝોડુ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
પોરબંદરના દરિયાકાંઠેથી વાવાઝોડુ 510 કિમી દૂર
પોરબંદરના દરિયાકાંઠેથી વાવાઝોડુ 510 કિમી દૂર છે. તથા દ્વારકાના દરિયાકાંઠથી વાવાઝોડુ 600 કિમી દૂર અને નલિયાના દરિયાકાંઠેથી વાવાઝોડુ 680 કિમી દૂર છે. વાવાઝોડાના લેન્ડફોલની દિશા હાલ પાકિસ્તાન બાજુ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્રતાથી આગળ વધશે. મુંબઈથી 600 કિમી દૂર વાવાઝોડુ છે. તથા કરાંચીથી 840 કિમી વાવાઝોડુ દૂર છે. દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદી માહોલ જોવા મળશે. અને પવનની ગતિ 45 થી 55 કિમી સુધી પહોંચવાની સંભાવના છે. 13 થી 15 જૂન પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકની રહેશે.