Sunday, January 12, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

વેજલપુરમાં હેવાન પિતાએ સગી દીકરીને ડરાવી ધમકાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું

  • દીકરના લગ્ન પહેલાં અને પછી પણ શારીરિક સંબંધ બાંધતો
  • દીકરીએ વેજલપુરમાં ફરિયાદ નોંધાવતા હવસખોર પિતાની ધરપકડ થઈ
  • પિતા પિયરમાં તેની સાથે દુષ્કર્મ આચરતા હોવાથી તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી

વેજલપુરમાં ‘મેં કુછ ગલત નહીં કર રહા, અગર યે બાત કિસી ઔર કો બતાયેગી, તો કોઈ યકીન નહીં કરેગા’, તેમ કહીને હવસખોર પિતાએ સગી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં દીકરીના લગ્ન થઇ ગયા બાદ પણ પિતા અવાર નવાર પિયરમાં રોકાવવા બોલાવીને દુષ્કર્મ આચરતા હતા. અંતે કંટાળીને યુવતીએ તેની નણંદને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગે દીકરીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં હવસખોર પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.

વેજલપુરના ફતેહવાડીમાં 20 વર્ષીય યુવતીના સાત મહિના પહેલા ગોમતીપુરમાં રહેતા એક યુવક સાથે નિકાહ થયા હતા. ચાર વર્ષ પહેલા તે સગીર હતી ત્યારે સ્કૂલમાં વેકેશન હોવાથી તે રાત્રે જમીને ઘરમાં સૂઈ ગઈ હતી ત્યારે તેના પિતાએ ગુપ્ત ભાગે શારીરિક અડપલા કરીને દુષ્કર્મ આચર્યુ હતુ. આટલું જ નહીં, પિતાએ તેની નાની બહેનો સાથે શારીરિક સંબંધ બાંધશે તેવી ધમકીઓ આપીને અવાર નવાર દુષ્કર્મ આચરતા હતા. દીકરી ગભરાઇ જઇને હવસખોર પિતાનો ભોગ બનતી હતી. દીકરી પુખ્ત વયની થતા તેના પિતાએ લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ એક દિવસ દીકરીને મળવાના બહાને ગોમતીપુર ગયા હતા. જ્યાં ઘરે કોઇ ન હોવાથી દીકરી સાથે પિતાએ અડપલા કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, પરંતુ દીકરીએ ના પાડતા પિતાએ તેને માર માર્યો હતો. બાદમાં પિતા જમાઇને ફોન કરીને દીકરીને પિયરમાં થોડા દિવસ રહેવા મોકલવા માટે કહેતા હતા. જોકે, દીકરી હવસખોર પિતાના ત્રાસથી પિયરમાં રહેવા જતી ન હતી. ગત, રમજાન માસમાં દીકરી પિયરમાં રહેવા ગઇ ત્યારે પિતા તેને શાહીબાગમાં માનસિક રોગના તબીબ સાથે કાઉન્સેલિંગ કરવા માટે લઇ ગયા હતા. બાદમાં રમજાન મહિના દરમિયાન પણ પિતા પિયરમાં તેની સાથે દુષ્કર્મ આચરતા હોવાથી તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી. અંતે પતિ અને નણંદને યુવતીએ હવસખોર પિતાની જાણ કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles