- પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળાનો બનાવ
- વિદ્યાર્થીઓને પીરસાયેલા ભોજનમાં મૃત ગરોળી
- મધ્યાહન યોજનાના ભોજનમાંથી નીકળી ગરોળી
ચીખલીમાં સરકારી શાળાના ભોજનમાં ગરોળી નીકળી છે. જેમાં સરકારી પ્રા.શાળાના ભોજનમાંથી ગરોળી નીકળતા ચકચાર મચી છે. પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીઓને પીરસાયેલા ભોજનમાં મૃત ગરોળી મળી આવી છે.
શાળામાં બાળકોને પીરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી
ઉલ્લેખનીય છે કે મધ્યાહન ભોજન યોજનાના ભોજનમાંથી ગરોળી નીકળી છે. નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં ગરોળી નીકળતા વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. પીપલ ગભાણ ગામની ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવતા શિક્ષકો પણ અચરજમાં મુકાયા છે.
મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાં ગરોળી નિકળી
મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાં ગરોળી નિકળી હતી. જેમાં શાળામાં બાળકો જમવા બેઠા અને થાળીમાં ભાત ઉપર દાળ નાખતા એમાંથી ગરોળી નીકળી હતી. તેમાં સમય સૂચકતા વાપરી શાળાએ બાળકોને ભોજન ખાવા ન દીધુ હતુ. તેમજ નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી છે.