- સરકારી યુરિયા કમર્શિયલ ખાતરની બેગમાં વેચવા અંગે નારોલમાં કેસ
- સબસિડીયુક્ત યુરિયા ખુલ્લા બજારમાં વેચવા અંગે સાત કંપની સામે ગુનો નોંધાયો
- ખાતરની બેગમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ હતુ
નારોલ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કંપનીમાં દરોડા પાડીને સરકારી યુરિયા ખાતરને કોર્મશીયલ યુરિયા ખાતરની બેગમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. જેમાં કંપની દ્વારા સરકારી સબસિડી લઇને યુરિયા ખાતર મેળવવામાં આવતુ હતુ અને તે ખાતરનો કોર્મશિયલ યુરિયા ખાતરની થેલીમાં ભરીને વેચવામાં આવતુ હતુ. જ્યારે પોલીસે દરોડો પાડીને અંદાજીત રૂ. 26 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. તપાસ બાદ પોલીસ દ્વારા કુલ સાત લોકો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ચિરીપાલ ગ્રુપની અરવિંદ મિલ સાંતેજ, મફ્તલાલ કંપની નડીયાદ, ગોપી કંપની નારોલ સામે પણ ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
નારોલ વિસ્તારમાં આવેલા અર્બુદા એસ્ટેટમાં આસ્મી સ્પેશિયાલિટીઝ પ્રા. લિમિટેડ કપનીમાંથી ગેરકાયદેસર યુરીયા ખાતરના જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ કંપનીના માલિકો દ્વારા સરકારી સબસિડી મારફ્તે મેળવેલા યૂરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા દરમ્યાન 04 મજુરો અને 01 ડ્રાઈવર તથા 02 મેનેજરની ધરપકડ કરી હતી અને જપ્ત કરવામાં આવેલા યુરિયા ખાતરનો જથ્થો એફ્.એસ.એલમાં તપાસ માટે મોકલાયો હતો અને એફ્એસએલ ના રીપોર્ટ બાદ નારોલ પોલીસે સાત લોકો સામે ગુનો નોંધ્યો છે ત્યારે આરોપીઓ રૂ. 8માં યુરિયા ખાતર મેળવીને રૂ. 58માં બજારમાં વેચતા હતા. તે સમયે પોલીસે 11250 કિલોગ્રામ યુરિયા ખાતર જેની કિંમત રૂ 6.37 લાખ સહિત રૂ. 26.81 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ત્યારે પોલીસે અગાઉ કુલ સાત લોકોની ધરપકડ કરી હતી.