આદર્શ આચાર્યાશ્રી વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખર (ધામેચા) બત્રીસ વર્ષની શૈક્ષણિક સેવા આપી વય નિવ્રૃત થતા અનેક શુભેચ્છાઓ-સન્માન અપાયા.
સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલનાં આચાર્યાશ્રી વર્ષાબેન ખખ્ખરે ૧૭ વર્ષ સુધી ઉમદા શૈક્ષણિક સેવા આપી વયનિવ્રૃત થયા.
સંસ્કારી શહેર સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શ્રી નૂતન કેળવણી મંડળનાં સંચાલન હેઠળ ચાલતી શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલનાં આદર્શ આચાર્યાશ્રી વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખર સત્તર વર્ષની શૈક્ષણિક સુવાસભરી સેવા આપીને તાજેતરમાંજ વયનિવ્રૃત થયા છે.
શિક્ષણ યાત્રી શ્રી વર્ષાબેન ખખ્ખર સૌમ્ય અને મૃદુ સ્વભાવથી વિદ્યાર્થીઓને દીકરીનું મધુરમીઠું સંબોધન કરનાર કદાચ આવા પ્રેમાળ ઓછા આચાયૉ હશે તેવું કહેવામાં અતિશ્યોકતી નથી.
વિદ્યાર્થીઓનાં પ્રિય અને બેટા કહી બોલાવનાર માયાળું સાથે દીકરીઓનાં પ્રશ્ર્નો માટે હમદર્દી રાખનાર ખરા અર્થમાં દીકરીઓનાં મૉં બની કાર્ય કરનાર વર્ષાબેન વયનિવ્રૃત થયેલ છે,ત્યારે તમામ દીકરીઓ અને વાલીશ્રીઓ કહી રહ્યા છે કે અમને આવી પ્રતિભાની ખોટ પડશે.
સત્તર વર્ષ સુધી ગર્લ્સ હાઇસ્કુલમાં અખંડ સેવા આચાર્ય તરીકેની પ્રતિભા ઉપસાવી વર્ષાબેન સૌનાં પથદર્શક બન્યા છે.તેઓએ ઉચ્ચ . માધ્યમિક શિક્ષિકા , લેક્ચરર તરીકે વડિયામાં શરૂઆત, ત્યારબાદ અમરેલી નૂતન હાઇસ્કુલમાં સેવા આપી હતી.
વર્ષાબેનની શૈક્ષણિક સિધ્ધિઓ ઉજળી છે.ધોરણ ૧ થી બી.એડ્. સુધી હંમેશા પ્રથમ નંબર મેળવી ઉતીર્ણ થઇ રઘુવંશી સમાજને ગૌરવ અપાવ્યું છે. ઉજળી પ્રતિભા તરીકે સમાજમાં વર્ષાબેનનાં અનેકરીતે વધામણા થયા છે.સમાજે સારી રીતે યોગ્ય સમયે યોગ્ય સન્માનોથી નવાજ્યા છે. જેમકે ઓપન પેઈઝ દ્રારા બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ૨૦૧૮-૨૦૧૯ માં દેશ – વિદેશ નાં શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેસાણામાં અર્પણ કરવામાં આવેલ છે, જ્યારે,
૧.બેસ્ટ છાત્રા એવોર્ડ-ગોલ્ડ મેડલ- ભાવનગર,
૨. બેસ્ટ શાળા એવોર્ડ- અમરેલી,ડીઈઓ ઓફિસ.
૩.બેસ્ટ રઘુવંશી રત્ન એવોર્ડ-અમરેલી
૪. બેસ્ટ ટીચર એવોર્ડ-અખિલ ગુજરાત લોહાણા સમાજ-વિરપુર.
૫. શ્રી સુભદ્રાબેન ચિ.શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-રાજકોટ.
૬. શ્રેષ્ઠ રઘુવંશી નારી ગૌરવ પ્રતિભા આંતરરાષ્ટ્રીય એવોર્ડ-અમદાવાદ.
૭. વ્યક્તિ વિશેષ સન્માન-સાવરકુંડલા- શ્રી વિરદાદા જસરાજ સેના,શ્રીલોહાણા મહાજન,શ્રી સુચક કન્યા છાત્રાલય, શ્રીલોહાણા વિદ્યાર્થી ભવન,શ્રીબ્રહ્મા કુમારીઝ ,શ્રી પ્રમુખ આર્ટ,શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી યોગી ઈન્ટરનેશનલ સ્કુલ ધારી,શ્રી ધારી લોહાણા સમાજ,શ્રી બેઠકજી,શ્રી હવેલીજી ,શ્રી રામાનંદી ગુરુકુલ કન્યા છાત્રાલય,શ્રી નગર પાલિકા,શ્રી મહિલા મંડળ વગેરે.
આ ઉપરાંત તેમની અવિરત સેવાભાવના સ્વરૂપે અનેક સન્માનપત્રો,બહુમાનો જુદી જુદી સંસ્થાઓ તથા શ્રેષ્ઠીઓ દ્રારા મળ્યા છે.
શિક્ષક તરીકેની સેવા દરમિયાન કોઈપણ ફંક્શનમાં એનાઉસીંગ તરીકે ઉત્તમ કાર્ય બજાવ્યું છે.સાવરકુંડલામાંથી શરુ થયેલ સૌ પ્રથમ સખી બૂથમાં અને નિવ્રૃત થયા ત્યાં સુધી દરેક વખતે સખી બૂથમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે સફળ સંચાલન કર્યુ હતું.
શ્રી જેન્તીભાઈ પારેખ, શ્રી હર્ષદભાઈ પારેખ, શ્રી નંદલાલ દાદા હરિયાણા ,શ્રી પ્રહલાદદાદા ત્રિવેદી, શ્રી હંસાબેન ,શ્રી હર્ષદભાઈ ત્રિવેદી,શ્રી ધીરુદાદા રુપારેલ,શ્રી ડો.જે.જી.તેરૈયાસાહેબ, શ્રી ડૉ.પ્રફુલભાઈ શાહ, શ્રી સુવર્ણાબેન બનજારા,દાતાશ્રી હિંમતભાઈ દોશી પરિવાર, દાતાશ્રી રવજીભાઈ વાઘેલા,દાતાશ્રી તેમજ પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, શ્રી મુકુંદભાઈ નાગ્રેચા,શ્રી જેન્તીભાઈ વાટલિયા,શ્રી અનિલભાઈ રુપારેલ,શ્રી કનુભાઈ ગેડિયા,શ્રી વડેરા સાહેબ,તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓનો પત્રકારશ્રી પાંધીસર,તેમજ અન્ય પત્રકારશ્રીઓ વગેરે મહાનુભાવોનો શૈક્ષણિક વિકાસ યાત્રામાં મોટોફાળો રહ્યો છે,તેવું હર્ષસહ જણાવી ધન્યતા અનુભવે છે.
શ્રી વર્ષાબેન અનેકવિધ પ્રવૃત્તિથી સભર બત્રીસ વર્ષની શૈક્ષણિક જીવન યાત્રામાં ઘસાઈને ઉજળા થયા છે.શિક્ષણ દ્રારા દિક્ષિત થયેલી દીકરીઓ આજે ગુરુવર્ય આચાર્યાશ્રી વર્ષાબેનનાં હેતનાં હાથને સંભારે છે.જીવનમાં અનેક ક્ષેત્રમાં દીકરીઓએ પ્રગતિ કરેલ છે.નિવૃત થવા છતા પ્રવૃત રહેવાનો વર્ષાબેને સંકલ્પ લીધેલ છે. તેમનું કહેવું છે કે શિક્ષક કદી નિવ્રૃત થતો નથી.વિધ્યાદાતા હંમેશા શીખે છે અને શીખવે છે, જેથી વર્ષાબેન આજીવન શિક્ષક બનીને સમાજનું ઋણ અદા કરતા રહેશે.